ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ કે જે ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી છે તે તાજેતરમાં જ 31 ઓક્ટોબરે રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં માનસી પારેખ અને રોનક કામદાર સિવાય પ્રેમ ગઢવી, કવિ શાસ્ત્રી, કૌસંબી ભટ્ટ અને બાળ કલાકાર પ્રિન્સી પ્રજાપતિ પણ છે. જ્યારે હિતુ કનોડિયા પણ ફિલ્મમાં જોવા મળશે.

“કોન્ટ્રાક્ટ લવ” થી “સાચા પ્રેમ” સુધી
ફિલ્મની કહાની છે અર્જુન (રોનક કામદાર) અને પૂજા (માનસી પારેખ) ની. અર્જુન એ એવો યુવક છે જેને લોકો ‘OG શિકારી’ તરીકે ઓળખે છે — જે યુવતીઓને પોતાના પ્રેમના જાળમાં ફસાવીને પછી આગળ વધી જાય છે.
View this post on Instagram
બીજી તરફ, પૂજા એક સ્વતંત્ર અને સંવેદનશીલ યુવતી છે, જે પોટરી (માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવી) નો બિઝનેસ કરે છે. એક દિવસ અર્જુન અને પૂજા વચ્ચે થાય છે એક અજબ ડીલ — ત્રણ દિવસ માટે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બનીને સાથે રહેવાનું, પછી ક્યારેય કોઇ જ સંપર્ક ન રાખવાનો. આ “કોન્ટ્રાક્ટ લવ” ધીમે ધીમે “સાચા પ્રેમ” માં ક્યારે ફેરવાય જાય છે, તેની ખબર જ નથી પડતી.

રોમાન્સ અને હાસ્યનું મિશ્રણ
અર્જુન પૂજાને ઇમ્પ્રેસ કરવા માટે અનેક નાટક કરે છે, એક લગ્નમાં બંને પ્રેમીઓ તરીકે વર્તે છે, અને ત્યાંથી શરૂ થાય છે લાગણીઓની રમત. જ્યારે પૂજા કહે છે — “તું પાછળ તો નહીં પડે ને?”, ત્યારે અર્જુન મજાકમાં જવાબ આપે છે — “તું કહીશ તો તારું નામ પણ ભૂલી જઈશ!” આ રીતે હાસ્ય, ફ્લર્ટિંગ અને લાગણીઓ વચ્ચે પ્રેમની કહાની આગળ વધે છે. ટીકુ તલસાણિયાની એન્ટ્રી ફિલ્મમાં કોમિક એન્ગલ ઉમેરે છે. તેમની ઉપસ્થિતિથી ફિલ્મને ક્લાસિક હાસ્યનો સ્પર્શ મળે છે.
View this post on Instagram
અણધાર્યો વળાંક — ‘ઓપરેશન ગજની’
જ્યારે બધું સારું ચાલી રહ્યું હોય છે ત્યારે પૂજા એક અકસ્માતમાં પોતાની યાદશક્તિ ગુમાવે છે. અર્જુનનું દિલ તૂટી જાય છે, પરંતુ તે હાર માનતો નથી.તે કહે છે — “તેને બીજું કંઈ યાદ હોય કે ન હોય, એના દિલને હું યાદ નથી એ માનવા તૈયાર નથી.” અર્જુન શરૂ કરે છે ‘ઓપરેશન ગજની’, પૂજાને તેમના પ્રેમની યાદ અપાવવા માટે દરેક પ્રયત્નો કરે છે.

પરંતુ કહાની વધુ રસપ્રદ બને છે જ્યારે પૂજા બીજાને લગ્ન માટે હા કહી દે છે. અર્જુન પોતાના મિત્ર સાથે મળી તેની જિંદગીમાં ફરી પ્રવેશવાનો પ્રયાસ કરે છે. હવે પ્રશ્ન એ છે કે — શું અર્જુન પોતાની “મિસરી” પાછી મેળવી શકશે ? શું પૂજાનું દિલ ફરી યાદ કરી શકશે તે પ્રેમ ?

સંગીત
ફિલ્મના ગીતો મીઠા, રોમેન્ટિક અને યાદગાર છે. મિસરી ફિલ્મનું દૃશ્યપટલ (ફિલ્મમાં દેખાતા દૃશ્યોની રજૂઆત, લોકેશન, લાઇટિંગ, રંગો, અને કેમેરાની ફ્રેમિંગનો સમૂહ) ખુબ જ રંગીન અને કુદરતી છે. દૃશ્યપટલમાં કુદરતી સુંદરતા અને રંગીન લાઇટિંગ ફિલ્મને તાજગી આપે છે. માનસી પારેખની અભિનયની નરમાશ અને રોનક કામદારનો ચાર્મ ફિલ્મને ખાસ બનાવે છે. ‘મિસરી’ — એક એવી ફિલ્મ, જે તમને હસાવશે પણ અને અંતે આંખ ભીની પણ કરી દેશે.આ ફિલ્મનું ડિરેક્શન કુશલ એમ. નાયકે કર્યું છે, અને પ્રોડ્યુસર કૃપા સોની તેમજ સંજય સોની છે.
View this post on Instagram
