નોરા ફતેહીએ પહેરી લીધો બોલ્ડ આઉટફિટ, જોઇને જ યુઝરે કહ્યુ- ઉર્ફી જાવેદની કોપી કરી…

નોરા ફતેહી બોલિવુડની બોલ્ડ એક્ટ્રેસ હોવાની સાથે સાથે ડાન્સર પણ છે. નોરા ઘણીવાર તેના બોલ્ડ લુક અને તેના આઉટફિટ્સને લઇને ચર્ચામાં રહે છે. નોરાને ગુરુવારના રોજ સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન તે બોલ્ડ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાનનો તેનો હોટ અવતાર જોઇ ચાહકો પણ હેરાન રહી ગયા હતા. નોરાને પહેલા તો તેની વેનિટી વેનમાં જતા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે ડેનિમ બોલ્ડ ટોપ અને પેન્ટ પહેર્યુ હતુ. નોરાનું પેન્ટ ઘણુ જ અલગ રીતનું હતુ. નોરાનું પેન્ટ હાઇ સ્લિટ સ્ટાઇલમાં હતુ. વેનિટી વેનમાં ચઢતા પહેલા નોરાએ મીડિયા ફોટોગ્રાફર્સને જોઈને પોઝ પણ આપ્યો હતો.

પરંતુ જ્યારે નોરા વેનમાંથી બહાર નીકળી ત્યારે અલગ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે મોનોકિની સ્ટાઇલ ટોપ અને ટ્રાઉઝર પહેર્યુ હતુ. નોરાના બંને લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે કે તેના જેટલી હોટ કોઈ નથી. ત્યાં કેટલાક યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે નોરાએ ઉર્ફી જાવેદની સ્ટાઈલની નકલ કરી છે. તો કોઈ કહે છે કે ઉર્ફીની ડિઝાઈન બધે ચાલી રહી છે. જો કે, એકે તો એમ પણ કહ્યુ હતુ કે નોરાને શું ઉર્ફીનો જ ડિઝાઇનર મળ્યો. આ ઉપરાંત એક યુઝરે એવું કહ્યુ કે- દીપિકા પાદુકોણની કોપી કરવાની કોશિશ કરી રહી છે. આ એટલા માટે કારણ કે નોરાએ જે ટોપ પહેર્યુ છે તેવું દીપિકાએ ગહેરાઇયાંના પ્રમોશન વખતે કેરી કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહીની સ્ટાઈલના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.

ઇન્ડિયન લુક હોય કે વેસ્ટર્ન લુક નોરા દરેક સ્ટાઈલમાં સનસની ફેલાવી દે છે. જ્યારે પણ નોરા ઘરની બહાર નીકળી ત્યારે તેને જોનારાઓનું દિલ, શ્વાસ અને આંખો બધું જ અટકી ગયું હોય છે. નોરાના લગભગ દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ત્યારે આ પહેલા નોરાએ સાડી લુકમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો. નોરા ફતેહી ખૂબ જ સુંદર ગુલાબી સાડીમાં અપ્સરાથી કંઇ ઓછી દેખાતી નહોતી. જો કે નોરા આ સાડીને લઈને ઘણી ટ્રોલ થઈ હતી અને તેનું કારણ મુંબઈનો વરસાદ હતો.

તે જેવી સાડી પહેરી કારમાંથી બહાર નીકળી કે એક સિક્યોરિટી ગાર્ડ તેની સાડી સંભાળતો નજર આવ્યો હતો, જેને કારણે તેને ઘણા લોકોએ ટ્રોલ કરી હતી. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં નોરા શો ડાન્સ દીવાને જુનિયર્સમાં જજ તરીકે જોવા મળી રહી છે. તાજેતરમાં જ તાપસી પન્નુ અને મિતાલી રાજ ફિલ્મ શાબાશ મિથુના પ્રમોશન માટે શોમાં આવ્યા હતા. આ દરમિયાન મિતાલીએ નોરાને બેટિંગ શીખવી હતી. નોરાએ તેનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે બેટિંગ શીખી રહી હતી અને પછી તે શોટ પણ ફટકારતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મિતાલીએ નોરાની બેટિંગના વખાણ પણ કર્યા હતા. ચાહકોને નોરાની આ શૈલી ખૂબ જ પસંદ આવી હતી. નોરાની ફિલ્મો વિશે વાત કરીએ તો, તે છેલ્લે 2021માં રિલીઝ થયેલ સત્યમેવ જયતે 2ના કુસુ-કુસુ ગીતમાં જોવા મળી હતી. હવે થેન્ક ગોડ ફિલ્મમાં તેનું ખાસ ગીત આવવાનું છે. આ ફિલ્મમાં અજય દેવગન, રકુલ પ્રીત સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે.

Shah Jina