દિલબર ગર્લ નોરા ફતેહીના આ અંદાજને જોઈને ઘાયલ થઇ રહ્યા છે ચાહકો, પર્સ અને સેન્ડલની કિંમતે તો ઉડાવી દીધા હોશ

પોતાના ડાન્સના કારણે સતત ચર્ચામાં રહેનારી બોલીવુડની ડાન્સર ક્વિન નોરા ફતેહી તેના આકર્ષક લુકના કારણે પણ તે ખુબ જ ચર્ચાઓ ભેગી કરી કરે છે. નોરા જ્યાં પણ જાય છે ત્યાં ફોટોગ્રાફર તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે અને જેના કારણે તેના સ્ટાઈલિશ લુકની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.

નોરા પોતાના ઘરની બહાર નીકળવાની સાથે જ પોતાના ડ્રેસિંગનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. તે પોતાના કપડાં, ચપ્પલ અને હેન્ડબેગ્સ પણ શાનદાર રાખતી જોવા મળે છે અને તેના કારણે જ તે ચર્ચાનો વિષય પણ બનતું હોય છે. હાલ નોરાનો એવો જ લુક ચર્ચાનો વિષય બન્યો છે.

નોરા મુંબઈના અંધેરીમાં સ્પોટ કરવામાં આવી હતી. ત્યારે તેના લુકને જોઈને ચાહકો પણ ક્ષણવાર માટે પોતાના હોશ ખોઈ બેઠા હતા. નોરાએ પોતાના આ સીટી આઉટિંગ માટે લેસ ફેબ્રિક વાળો સફેદ એ લાઈન ડ્રેસ પહેર્યો હતો. જેમાં બનેલ રાઉન્ડ નેકલાઇન અને 3/4 સ્લીવ્સ અટાયરને ખુબ જ આકર્ષક લુક આપી રહ્યું હતું.

નોરાએ આ ડ્રેસની સાથે પોતાની સ્ટાઇલિંગ ઉપર પણ ખુબ જ ધ્યાન આપ્યું હતુ. જેની સાથે તેને મિનિમલ મેકઅપ, સ્મોકી આઈઝ, ઝગમગતો આઈ શેડો. બ્લશીં ચીક્સ, બ્રાઇટ પિન્ક લિપ્સ અને વાળને સાઈટ પાર્ટેડમાં ખુલ્લા છોડ્યા હતા.

 

નોરાની પાસે ઘણા ડિઝાઈનર હેન્ડબેગનું એક શાનદાર કલેક્શન છે. જેને તે પ્રસંગના હિસાબથી કેરી કરવાનું પસંદ કરે છે. નોરાએ આ ડ્રેસની સાથે Louis Vuittonનું હેન્ડ હેન્ડલ રાઉન્ડ બેગ કેરી કર્યું હતું. જેની કિંમત 4,850 ડોલર છે. જે ભારતીય નાણાં અનુસાર 3 લાખ 53 હજાર 468 રૂપિયા જેટલી છે.

જો તેને પોતાના પગમાં પહેરેલા હિલ્સની વાત કરવામાં આવે તો તેના હિલ્સની કિંમત પણ ચાહકોના હોશ ઉડાવી દે તેવી હતી. નોરાએ પહેરેલા હાઈ હિલ્સ પહેર્યા હતા તેની કિંમત પણ 50 હજાર કરતા પણ વધારે છે.

નોરાએ ઓ સાકી સાકી, દિલબર સમેત ઘણા હિટ ગીતોમાં ડાન્સ કર્યો છે. થોડા દિવસ પહેલા જ તેનું છોડ દેંગે ગીત રિલીઝ થયું છે. આ ગીતની અંદર તેનો વણઝારી લુક ચાહકોને ખુબ જ પસંદ આવ્યો છે.

Niraj Patel