મા વગરની બાળકીઓ માટે ખજુરભાઈ બનાવી રહ્યા છે ઘર, ઘર નાનું પડતા બનેલી દીવાલ પણ તોડી નખાવી, બધા માટે આઈસ્ક્રીમ પણ લઇ આવ્યા, જુઓ તમે પણ

ખરેખર ખજુરભાઈ જેવું કોઈ ના કરી શકે ! રાત્રે અઢી વાગ્યા સુધી ઘર બનાવ્યું, સાંજે જ ઇવેન્ટ પતાવીને આવ્યા હતા, વીડિયો જોઈને તમારા મોઢામાંથી પણ નીકળી જશે વાહ… જુઓ

Nitin Jani built a house for motherless daughters : નીતિન જાની એટલે કે ખજુરભાઈને હવે કોઈ ઓળખની જરૂર રહી નથી, તેમણે પોતાના કામથી આખા ગુજરાતમાં એક આગવું નામ બનાવી લીધું છે. તેમણે ઘણા લોકોને રોજગાર પણ પૂરો પડ્યો છે અને તેમને પગભર પણ કર્યા છે, સાથે જ સેંકડો લોકોના ઘર પણ બનાવી દીધા છે. નીતિન જાનીનો મદદનો પ્રવાહ અવિરત ચાલતો રહે છે અને હંમેશા લોકોની પડખે ઉભા પણ રહે છે.

ગુજરાતના મસીહા છે નીતિન જાની :

ત્યારે તેઓ પોતાના આ સેવાકીય કાર્યોના વીડિયોને તેમના સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરતા હોય છે અને લોકો પણ તેમને અને તેમના કામને ખુબ જ પસંદ પણ કરતા હોય છે. ગુજરાતીઓ નીતિન જાનીને મસીહા તરીકે માનતા હોય છે, હંમેશા તેમના સેવાકીય કાર્યોને બિરદાવતા પણ હોય છે, ત્યારે તેમની અથાગ મહેનત તેમને આજે આ મુકામ પર પહોચાવે છે. જેનું એક તાજું ઉદાહરણ હાલમાં શેર કરવામાં આવેલા એક વીડિયોમાં જોવા મળ્યું.

મા વગરની દીકરીઓ માટે બનાવ્યું ઘર :

નીતિન જાનીએ એક વીડિયો તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જેમાં તે મહેસાણામાં એક ઘર બનાવતા જોવા મળી રહ્યા છે. તેઓ જે ઘર બનાવી રહ્યા છે તે 3 માં વગરની દીકરીઓ માટે છે, આ વીડિયોમાં તેમની અથાગ મહેનત પણ જોવા મળી રહી છે. તેમને આ કામની સાથે એક ઇવેન્ટમાં પણ જવાનું હોય છે અને ઇવેન્ટમાંથી પાછા આવીને પણ તે કામ પર લાગી જાય છે.

અડધી બનેલી દીવાલ તોડી નખાવી :

નીતિનભાઈએ શેર કરેલા વીડિયોની શરૂઆતમાં જોવા મળી રહ્યું છે કે તે બધા માટે આઈસ્ક્રીમ લઈને આવે છે, કારણ કે એક દીકરીએ તેમને આઈસ્ક્રીમની ફરમાઈશ કરી હતી, જેથી તે બધાને આઈસ્ક્રીમ ખવડાવે છે, જેના બાદ એ દીકરીઓ માટે બની રહેલા ઘર પાસે જાય છે અને ત્યાં જુએ છે કે ઘર ખુબ જ નાનું બની રહ્યું છે, અડધી દીવાલ પણ બની ગઈ છે, પરંતુ તે કારીગરોને દીવાલ તોડવાનું કહી દે છે.

કામની સાથે ઇવેન્ટ પણ કરી :

નીતિનભાઈ પોતે પણ દીવાલ તોડવામાં મદદ કરે છે અને પછી નવી દીવાલ બનાવવાનું કહે છે, આ દરમિયાન તે એમ પણ જણાવે છે કે તેમને એક ઇવેન્ટ માટે અમદાવાદ પણ જવાનું છે અને પછી ગાડીમાં તે અમદાવાદ જવા નીકળે છે, તે જણાવે છે કે તેમને કપડાં બદલવાનો પણ સમય નથી, ઇવેન્ટમાં પણ નીતિનભાઈને મળવા માટે માનવ મહેરામણ ઉમટેલું જોવા મળે છે.

રાત્રે અઢી વાગ્યા સુધી કર્યું કામ :

એક જિમનું ઓપનિંગ કર્યા બાદ તે પરત જે દીકરીઓ માટે ઘર બની રહ્યું છે ત્યાં આવે છે અને ત્યાં પણ કામ ચાલુ જ હોય છે. રાત્રે અઢી વાગ્યા સુધી નીતિનભાઈ પણ કામ કરતા જોવા મળે છે અને તમામ કારીગરોના કામના પણ વખાણ કરતા જોવા મળે છે. ત્યારે આ વીડિયોમાં ચાહકો પણ તેમના આ અથાગ કામના વખાણ કરી રહ્યા છે.

Niraj Patel