IPL 2024માં સતત બીજી મેચમાં પણ મુંબઈને ચાખવો પડ્યો હારનો સ્વાદ, નીતા અંબાણી પણ થઇ ગયા નારાજ, સામે આવ્યો વીડિયો
Nita Ambani disappointed in MI match : IPLનો માહોલ હાલ ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલો છે. આ લીગ એવી છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે આઇપીએલની શરૂઆત બાદ દરેક મેચ ખુબ જ રોમાંચક બનતી જોવા મળી રહી છે. છેલ્લા બોલ સુધી દર્શકોને ટીવી આગળથી ઉભા થવાનું મન નથી થતું અને એમાં પણ ગઈકાલે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે યોજાયેલી મેચ તો જેને ના જોઈ હોય એ લોકો પણ પછતાવો કરી રહ્યા હશે.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 27 માર્ચ, 2024નો દિવસ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે ક્યારેય ભૂલાશે નહીં. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર કર્યો. હૈદરાબાદની ટીમે 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા બાદ હેનરિક ક્લાસને તોફાની અડધી સદી ફટકારીને મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા હતા.
હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સને તેની બીજી મેચમાં પણ ટ્રોલનો શિકાર બનવું પડ્યું હતું. મુંબઈના બોલરોને ખરાબ રીતે ધોયા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નીતા અંબાણી અને તેનો પુત્ર આકાશ એકદમ નિરાશ જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે નીતા અંબાણીએ મેચ જોવાનું બંધ કરી દીધું છે અને તે પોતાનો ફોન વાપરતી જોવા મળી રહી છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.
પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈને સારા પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ આ મેચમાં પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થયા હતા. મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગ જોઈને ઘણા દિગ્ગજ ખેલાડીઓ પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈના નવા કેપ્ટન હાર્દિકને ટ્રોલ કરી રહ્યા છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરીને 277 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી મોટો સ્કોર હતો.
Nita Ambani ignoring her real problems and scrolling on the phone #SRHvsMi #TATAIPL2024 https://t.co/o1TEcyFcE1 pic.twitter.com/FoPcS4GsQ1
— Avinash Tarakian (@AvinashTarockzz) March 27, 2024