...
   

અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના લગ્ન પહેલા જામનગરમાં નીતા અંબાણી દ્વારા કરાવાયું 14 મંદિરોનું નિર્માણ, વીડિયો જોઇ તમે પણ કહેશો- વાહ

અનંત અને રાધિકાના લગ્ન પહેલાં અંબાણી પરિવારે જામનગરમાં બનાવ્યા 14 વિશાળ મંદિર, જુઓ વીડિયો ધન્ય થઇ જશો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની શુભ શરૂઆત તરીકે અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં સ્થિત એક વિશાળ મંદિર પરિસરની અંદર 14 નવા મંદિરોનું નિર્માણ કરાવ્યુ છે. જટિલ જન્કાશીદાર સ્તંભો, દેવી-દેવતાઓની મૂર્તિઓ, ભિત્તચિત્રો અને પેઢીઓના કલાત્મક વારસાથી પ્રેરિત આર્કિટેક્ચરને દર્શાવતું, આ મંદિર પરિસર ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને લગ્નના ઉત્સવના કેન્દ્રમાં રાખે છે.

પ્રખ્યાત શિલ્પકારો દ્વારા જીવંત બનાવવામાં આવેલ મંદિરની કલા વર્ષો જૂની તકનીકો અને પરંપરાઓનો ઉપયોગ કરે છે. આ પહેલ સ્થાનિક કારીગરોની અદ્ભુત કૌશલ્યને પ્રકાશિત કરે છે, જે ભારતીય વારસો, પરંપરા અને સંસ્કૃતિને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

કારીગરો સાથે વાતચીત કરતી વખતે, નીતા અંબાણીએ તેમના દ્વારા બનાવેલી કલાકૃતિઓ વિશે માહિતી મેળવી હતી અને તેમના કામની પ્રશંસા કરી હતી. મંદિર પરિસરમાં હાજર સ્થાનિક લોકો અને કારીગરોએ જણાવ્યું હતું કે આનાથી તેમને એવું લાગે છે કે તેઓ પણ આ લગ્નની ઉજવણીનો એક ભાગ છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ શરૂ કરેલી પહેલના ભાગરૂપે 14 નવા મંદિરો એક વિશાળ સંકુલમાં બનાવવામાં આવ્યા છે. નીતા અંબાણીના પ્રોજેક્ટમાં સ્થાનિક કારીગરો અને માસ્ટર શિલ્પકારોની અસાધારણ પ્રતિભા સામેલ છે જેમણે આ મંદિરો બનાવવા માટે વર્ષો જૂની તકનીકો અને પરંપરાઓનો ઉપયોગ કર્યો છે.

અહીં બનેલી દરેક નાની વસ્તુ ભારતના ભૂતકાળના આધ્યાત્મિક સાર અને સ્થાપત્યની ભવ્યતાને પ્રતિબિંબિત કરે છે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી છે.હાલમાં અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં વ્યસ્ત છે, જે ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી યોજાશે.

આ એક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હશે, જેમાં ઘણી ટોચની હસ્તીઓ પણ ભાગ લેશે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન અને રજનીકાંત સહિત ઘણા લોકપ્રિય ભારતીય કલાકારો પરિવારો સાથે સામેલ રહેવાની શક્યતા છે.

Shah Jina