પાણીમાં બિકિની પહેરી ન્હાતી જોવા મળી જૂની સોનુ, હોટનેસ જોઇ ચાહકો બોલ્યા- હાય ગરમી

બિકિની પહેરી સ્વિમિંગ પુલમાં એન્જોય કરતી દેખાઈ તારક મહેતાની સોનુ, ફેન્સ બોલ્યા ગરમી ચડી ગઈ હવે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જૂનો સોનુ ભીડે યાદ છે ? નિધિ ભાનુશાળી એટલે કે જૂની સોનુ હવે શોમાં નથી, પરંતુ લોકો તેના વિશે ઘણી વાતો કરે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નિધિ ભાનુશાલી અવારનવાર પોતાની તસવીરો દ્વારા લાઈમ લાઈટમાં આવે છે. વર્ષ 2021માં તે ક્યારેક બિકી તો ક્યારેક તળાવમાં નાહવાને કારણે ચર્ચામાં રહી હતી. હાલમાં જ અભિનેત્રીએ 2021ની ઝલકનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે 2021નો આભાર માન્યો છે.

આ વીડિયોમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે, જેના કારણે નિધિ ફરીથી હેડલાઇન્સમાં આવી ગઇ છે. ‘તારક મહેતા…’ની જૂની સોનુ ભીડે એટલે કે નિધિ ભાનુશાળીએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નિધિએ વર્ષ 2021ની ઘણી ઝલક બતાવી છે. આમાં તમે તેને બિકી પહેરીને તળાવમાં નહાતી અને પહાડો અને કિલ્લાઓમાં મસ્તી કરતી અને બોલ્ડ લુકમાં પણ જોઈ શકો છો.

વીડિયો સાથે તેણે વર્ષ 2021ને ખાસ ગણાવ્યું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું- ‘આ વર્ષે મને ઘણું આપ્યું અને ઘણું લીધું. તેને સમજવું મુશ્કેલ છે. મેં પહેલી મૂવી બનાવી, મેં પહેલી કાર ખરીદી, પહેલો કૅમેરો, પહેલી વાર આટલા લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવું, પહેલી વાર કૂતરો કરડ્યો, પહેલી વાર મેં આટલી બધી નવી જગ્યાઓ પર પ્રવાસ કર્યો, યાદી લાંબી છે અને હું આને ક્યારેય ભૂલી શકતી નથી આ બધા માટે 2021નો આભાર, તમારું હવામાન, તમારી સુંદરતા અને તમારી ભયાનકતા, હું આભારી છું.’

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘ઝિંદગી હો તો ઐસી’. બીજાએ લખ્યું- ‘સોનુ તુજે ક્યા હો ગયા યાર… તું ઘણી બદલાઈ ગઇ છે’. બીજાએ લખ્યું- ના, ભીડે ભાઈ ના… તે તમારી સોનુ ન હોઈ શકે. ઘણા લોકો તેના જીવન પર કોમેન્ટ અને વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં નિધિ ભાનુશાળીનો બોલ્ડ અવતાર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by nidhi bhanushali (@nidhi_bhanushaali)

જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જૂની સોનુ એટલે કે નિધિ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહી હોય. તે અવારનવાર તેની બોલ્ડ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર નિધિ ભાનુશાળી વેકેશનની તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તેના લોકેશનની સાથે તેના લૂક વિશે ફેન્સને અપડેટ કરતી રહે છે. તમને જણાવી દઈએ કે નિધિ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો નથી પરંતુ ચાહકો હજી પણ તેને ખૂબ પ્રેમ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

Shah Jina