‘સોનુ’ ઉર્ફે નિધિ ભાનુશાળીએ શેર કરી પોતાના નવા બીચ હાઉસની તસવીરો, જુઓ
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” એ ટીવીનો લોકપ્રિય કોમેડી શો છે. છેલ્લા 14 વર્ષથી આ શો લોકોનું મનોરંજન કરી રહ્યો છે. ‘તારક મહેતા’એ ઘણા કલાકારોને પોતાની ઓળખ બનાવવાની તક આપી છે. આ સ્ટાર્સમાં નિધિ ભાનુશાલી પણ સામેલ છે. નિધિ ભલે અત્યારે આ શોનો ભાગ ન હોય, પરંતુ તેમ છતાં તેની રોજબરોજ ચર્ચા થાય છે. આ શોમાં ઘણા પાત્રો આવ્યા અને ગયા પરંતુ દરેક કલાકારે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે અને તેમાંથી એક છે નિધિ ભાનુશાલી. આ શોમાં નિધિ ભાનુશાળીએ સોનુ ભીડેની ભૂમિકા ભજવી હતી. ભલે નિધિએ શોને અલવિદા કહી દીધું હોય,
પરંતુ તેની સાથે જોડાયેલ દરેક અપડેટ અવારનવાર સમાચારમાં રહે છે. તાજેતરમાં જ નિધિએ તેના સપનાનું ઘર ખરીદ્યું છે. તેનું આ ઘર બીચ પર છે. તે આ દિવસોમાં પોતાના ઘરને સજાવવામાં વ્યસ્ત છે. નિધિ એ અભિનેત્રીઓમાંથી એક છે જે તારક મહેતાને છોડ્યા પછી પણ લાઇમલાઇટમાં રહે છે. ક્યારેક તે પોતાના લુકને લઈને ચર્ચામાં આવે છે તો ક્યારેક કોઈ અન્ય કારણોસર. આ વખતે નિધિએ ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. તેણે બે ફોટો સાથે એક સારા સમાચાર શેર કર્યા છે.
નિધિએ ઈન્સ્ટાગ્રામ પર બે ફોટો પોસ્ટ કર્યા છે,જેમાં તે એક ઘરની બહાર જોવા મળી રહી છે. આ ઘર નિધિનું છે, જેને તેણે પોતે જ રંગ્યું છે. જો કે અભિનેત્રીને આ ઘરની મોટી કિંમત પણ ચૂકવવી પડી છે. ફોટો શેર કરતી વખતે નિધિએ લખ્યું છે કે, મેં આ સુંદર નવા ઘરને પેઇન્ટ કર્યું છે જેમાં હું રહેવા જઈ રહી છું, પરંતુ કઈ કિંમતે. RIP મનપસંદ શર્ટ. ઘરના બદલામાં નિધિને પોતાના મનપસંદ શર્ટનો બલિદાન આપવો પડ્યો. જ્યારે તમારા મનપસંદ કપડાં ખરાબ થઈ જાય કે પછી તે કોઇને આપી દેવામાં આવે ત્યારે કેવું લાગે છે ?
View this post on Instagram
જેની સાથે આવું બન્યું હોય તે જ સમજી શકે. નિધિ ભાનુશાળીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુની ભૂમિકા ભજવી હતી. સોનુના રોલમાં તે લોકોના દિલ જીતવામાં સફળ રહી હતી. જો કે, તેણે શોમાં લાંબી ઈનિંગ્સ રમી ન હતી અને થોડા સમય પછી શોને અલવિદા કહી દીધું હતું. ‘તારક મહેતા’ છોડ્યા પછી પણ તે દર્શકોની ફેવરિટ છે અને તેની ફેન ફોલોઈંગ દિવસેને દિવસે વધી રહી છે.
View this post on Instagram
નિધિએ વર્ષ 2012માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નિધિનો આ પહેલો શો હતો જેમાં તેણે પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. જોકે શોમાં ચારથી પાંચ વર્ષ કામ કર્યા બાદ તેણે શો છોડી દીધો હતો.