ડિલીવરીના 4 મહિના બાદ સિંઘમ ગર્લ કાજલ કરી રહી છે તલવારબાજી, એક્શન અંદાજ જોઇ તમારી આંખો પણ મોટી થઇ જશે- જુઓ વીડિયો

પ્રાચીન માર્શલ આર્ટ કલારીપયટ્ટુ શીખી રહી છે અભિનેત્રી કાજલ અગ્રવાલ, 4 મહિના પહેલા બની છે માતા !

અભિનેત્રી કાજલ અગ્રવાલ તેના જીવનના શ્રેષ્ઠ તબક્કામાં છે. કાજલ થોડા મહિના પહેલા જ માતા બની છે અને તે પોતાના પુત્ર સાથે તેના જીવનની દરેક ક્ષણને સુંદર બનાવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે પુત્રને જન્મ આપ્યાના થોડા મહિના બાદ જ કાજલે પોતાની નવી ફિલ્મ માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કાજલ ફુલ ઓન એક્શન મોડમાં જોવા મળી રહી છે. પુત્રના જન્મ પછી કાજલ અગ્રવાલે માર્શલ આર્ટની તાલીમ લેવાનું શરૂ કરી દીધું છે. તે પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહી છે. કાજલે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાનો એક દમદાર વીડિયો શેર કર્યો છે.

વિડિયોમાં અભિનેત્રી ફેન્સીંગ અને માર્શલ આર્ટની તાલીમ લેતી જોવા મળી રહી છે. કાજલે પોતાનો પાવર પેક્ડ વીડિયો શેર કરતા એક લાંબી નોટ પણ લખી છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું – કલારીપયટ્ટુ એક પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ છે, જેનો અનુવાદ ‘યુદ્ધભૂમિની કળાનો અભ્યાસ’ થાય છે. આ કલાનો જાદુ શાઓલીન, કુંગ ફુ, કરાટે અને તાઈકવૉન્ડોના જન્મમાં વિકસ્યો હતો. આ સિવાય કાજલે પોતાની પોસ્ટમાં તેના માસ્ટરનો પણ આભાર માન્યો છે. પ્રસૂતિના થોડા મહિના પછી જ કાજલને શક્તિશાળી એક્શન મોડમાં જોઈને ચાહકો ખૂબ જ ખુશ અને પ્રભાવિત દેખાઈ રહ્યા છે.

અભિનેત્રીના વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજી બનાવીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો લખી રહ્યા છે – ક્વીન ઇઝ બેક. ડિલિવરી પછી કાજલ અગ્રવાલ ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે. તે કમલ હાસન સ્ટારર ઇન્ડિયન 2માં કામ કરી રહી છે. કાજલ આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહી છે. ફિલ્મ માટે માર્શલ આર્ટ શીખવાની સાથે તે આકરુ વર્કઆઉટ પણ કરી રહી છે. ફિલ્મોમાં આવતા પહેલા તે પોતાને શેપમાં કરી રહી છે. જણાવી દઇએ કે, કાજલ અગ્રવાલ અને કમલ હાસનની આગામી ફિલ્મનું શૂટિંગ તિરુપતિમાં ચાલી રહ્યું છે.

આ દરમિયાન, કાજલ અને તેના પતિ ગૌતમ કિચલુએ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરની મુલાકાત લીધી અને ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લીધા હતા. દિગ્દર્શક શંકરની ઈન્ડિયન 2 એ જ નામની ફિલ્મની સિક્વલ છે, જે 1996માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બીજા ભાગમાં કમલ હાસન અને કાજલ અગ્રવાલ મુખ્ય ભૂમિકામાં છે. લાંબા વિલંબ બાદ આખરે આ ફિલ્મનું શૂટિંગ બે વર્ષ બાદ ફરી શરૂ થયું છે. મેકર્સ આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાની યોજના બનાવી રહ્યા છે.

Shah Jina