સાડી પહેરી આ મહિલાએ કર્યો નેહા કક્કરના ‘ઓ સજના’ પર એવો ધમાકેદાર અને એનર્જેટિક ડાન્સ કે નેહા પણ થઇ ગઇ ફિદા- જુઓ વીડિયો

મહિલાના ડાન્સે મચાવ્યો એવો તહેલકો, ધુંઆધાર વીડિયો જોઇ નેહા કક્કર પણ હારી બેસી દિલ !

હાલમાં જ રિલીઝ થયેલા ગીત ‘મૈંને પાયલ હૈ છનકાઈ’ના રિમિક્સ વર્ઝને ઘણી હેડલાઇન્સ બનાવી છે. ઘણા લોકો આ રિમિક્સ વર્ઝનને ખૂબ પસંદ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો આ ગીતના રિમિક્સ વર્ઝનની આકરી ટીકા કરતા પણ જોવા મળે છે. આ ગીત પર એક મહિલાનો ડાન્સ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ મહિલા નેહા કક્કરે ગાયેલું ગીત ‘ઓ સજના’ પર જોરદાર ડાન્સ કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે પણ જુઓ તે આ ગીત પર રીલ બનાવતા જોવા મળે છે. આ ટ્રેન્ડને એક મહિલાએ પણ આગળ વધાર્યો છે. નેહા કક્કરને આ વીડિયો એટલો ગમ્યો કે તેણે તેને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.

આ મહિલાના ડાન્સે લોકપ્રિય સિંગર નેહા કક્કરનું પણ દિલ જીતી લીધું હતું. આ વીડિયો જોઈને દરેક વ્યક્તિ મહિલાના ડાન્સ અને આત્મવિશ્વાસના વખાણ કરતા જોવા મળે છે. વીડિયોમાં દેખાતી મહિલાએ સાડી પહેરીને ‘મૈંને પાયલ હૈ છનકાઈ’ પર પોતાના જબરદસ્ત ડાન્સ મૂવ્સથી બધાને ચોંકાવી દીધા છે.આ વીડિયોએ ઘણા લોકોનું મનોરંજન કર્યું છે. એટલું જ નહીં, આ વીડિયોને અત્યાર સુધીમાં 70 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ મહિલાના ડાન્સને લાખો લોકોએ પણ પસંદ કર્યો છે.

ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. 90ના દાયકાના દરેક બાળકને ફાલ્ગુની પાઠકનું ગીત ‘મૈંને પાયલ હૈ છનકાઈ’ યાદ હશે. દરેક વ્યક્તિ આ ગીત સાંભળીને મોટો થયો છે. હવે બોલિવૂડ સિંગર નેહા કક્કર આ ગીતનું રિમિક્સ લઈને આવી છે, જેણે હંગામો મચાવ્યો છે. નેહા કક્કર સોશ્યિલ મીડિયા પર મૈને પાયલ હૈ છનકાઈ ગીતના રિમિક્સ માટે ટ્રોલ થઈ રહી છે. મૂળ ગીતની સિંગર ફાલ્ગુની પાઠક પણ નેહાથી ઘણી નારાજ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

આ ગીતનું રિમિક્સ તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે અને નેહા કક્કરે ગાયું છે. ફાલ્ગુની પાઠક તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે. સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરતાં ફાલ્ગુની પાઠકે લખ્યું- ‘હું બીજું શું કરી શકી હોત? હું કાનૂની કાર્યવાહી કરી શકતી નથી. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં ફાલ્ગુની પાઠકે કહ્યું હતું કે- મને ખુશી છે કે લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે તેમને મારું ગીત પસંદ છે અને તેમને નેહા કક્કરનું વર્ઝન પસંદ નથી આવ્યું.’

નેહાના મ્યુઝિક વીડિયોમાં ધનશ્રી વર્મા અને પ્રિયંક શર્મા છે. નેહા કક્કરે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરીને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યું છે કે તે ઘણી મહેનત પછી આ સ્થાને પહોંચી છે અને તે દરેકના નસીબમાં નથી હોતું. તેણે ફાલ્ગુનીનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું હતું.

Shah Jina