કાચા બદામ ગીત ઉપર ડાન્સ કરીને અંજલિ અરોરા રાતો રાત છવાઈ ગઈ, કંગના રનૌતના શો લોકઅપમાં પણ તે જોવા મળી. જેના બાદ એક MMSને લઈને તે સતત ચર્ચામાં હતી. ત્યારે હવે અંજલિ ફરી એકવાર ચર્ચામાં આવી છે. હાલમાં જ એક એમએમએસ વાયરલ થયા બાદ અંજલિ અરોરાને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ તેણે પોતે સામે આવીને તેના પર પોતાનું મૌન તોડ્યું હતું. અંજલિએ કહ્યું હતું કે, એમએમએસમાં દેખાતી છોકરી તે નથી.
ત્યારે હાલ તેના જીવનમાં આ ભૂકંપ લગભગ પૂરો થયો હતો કે તે ફરી એક વાર મુશ્કેલીમાં આવી ગઈ. આ પછી તેણે પોલીસની મદદ લેવી પડી. બે ઠગોએ અંજલિ અરોરાને એક કંપનીમાં રોકાણ કરીને 10 કરોડ રૂપિયા કમાવવાની લાલચ આપીને 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અંજલિને છેતરનાર બંને ઠગ પણ વીડિયોમાં જોવા મળ્યા હતા.
વીડિયોમાં જોવા મળે છે કે એક યુવક અને યુવતી અંજલિ અરોરા પાસે જાય છે અને તેને બિઝનેસ સ્કીમ સમજાવવાનો પ્રયાસ કરે છે. બંને જણાવે છે કે તેઓ જામતારા (ઝારખંડ)માં ડ્રાયફ્રુટ્સની એક કંપની ખોલવા માંગે છે, જ્યાં કાજુ, બદામ, કિસમિસ મળશે. આ સાંભળીને અંજલિ તેમને કહે છે કે કાજુ-બદામ ન વેચો, જો સારો આઈડિયા હોય તો કહી દો નહીંતર અહીંથી ચાલ્યા જાઓ.
View this post on Instagram
આ પછી યુવતી કહે છે કે બ્યુટી પ્રોડક્ટ્સ બનાવતી એક આંતરરાષ્ટ્રીય કંપની છે. જો અંજલિ 10 લાખ રૂપિયા આપે છે, તો તેને 10 કરોડ પછી નફો મળશે. તેની સાથે કંપનીની દરેક પ્રોડક્ટ પર તેનો ચહેરો પણ હશે. આ પછી અંજલિ તેને 10 લાખ રૂપિયા આપે છે. જો કે તમને જણાવી દઈએ કે અંજલિ સાથેની આ ઘટના રિયલ લાઈફમાં નથી બની, પરંતુ તે નેટફ્લિક્સની વેબ સીરીઝ જામતારા સીઝન 2નો સીન છે. આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર 23 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવી છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો.