નિયા શર્માએ લાઇટ પર્પલ લહેંગામાં બતાવ્યુ પોતાનુ પરફેક્ટ ફિગર, ઠંડીમાં પણ વધારી દીધુ તાપમાન

નાના પડદાની જાણિતી અભિનેત્રી નિયા શર્મા પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયોને લઇને ઘણીવાર ચર્ચામાં રહે છે. ઘણીવાર આ અદાકારા ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરવાને કારણે હેડલાઇન્સમાં રહેતી હોય છે. ઘણીવાર તેને તેના કપડાને કારણે ટ્રોલ પણ કરવામાં આવતી હોય છે. પરંતુ અભિનેત્રીને આનાથી કોઇ ફરક પડતો નથી. તેનું માનવું છે કે તેને જે સારુ લાગે છે તે તે જ પહેરે છે. નિયા શર્મા હાલ તેના નવા મ્યુઝિક વીડિયોને લઇને ચર્ચામાં છે. નિયા તેના મ્યુઝિક વીડિયોનું હાલમાં પ્રમોશન કરી રહી છે. હાલમાં જ જયારે નિયા શર્મા તેના મ્યુઝિક વીડિયોનું પ્રમોશન કરવા નીકળી ત્યારે બધાની આંખો તેના પર જ થમી ગઇ.

નિયા શર્મા તેના નવા ગીતને પ્રમોટ કરવા નીકળો તો તેણે ખૂબ જ બોલ્ડ અવતાર કેરી કરેલો હતો. લાઇટ કલરના ટ્રેડિશનલ વેરમાંઆ બાલા ચાયની ટપરી સામે ઠુમકા લગાવતી પણ જોવા મળી હતી. નિયાએ કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા. ટીવીની આ બાલાને તેના લુક્સમાં હોટનેસનો તડકો પસંદ છે અને આ વખતે પણ તેણે કંઇક આવું જ કર્યુ. નિયાએ પેસ્ટલ શેડનો ફ્લેયર્ડ સ્કર્ટ પહેર્યો હતો. જેની સાથે મેચિંગ ચોલી હતી.

સ્કર્ટમાં ગેર ઘણી હતી. પરંતુ તેને લાઇટવેટ રાખતા કોઇ એમ્બ્રોડરી એડ કરવામાં આવી ન હતી. નિયાનો બ્લાઉઝ પ્લેન સ્કર્ટથી ઊંધો એમ્બ્રોઇડર્ડ રાખવામાં આવ્યો હતો અને તેમાં લો કટ નેકલાઇન હતી. જે તેના લુકને  ટચ આપી રહી હતી. અદાકારાએ તેના વાળને ડીપ વેવ્સમાં સ્ટાઇલ કર્યા હતા, જે તેના ઓવરઓલ લુકમાં ડ્રીમી ટચ એડ કરી રહ્યા હતા.

જ્વેલરીને મિનિમલ રાખીને, નિયા શર્માએ ફક્ત ઇયરિંગ્સ પહેરી હતી, જે મોતીથી શણગારેલી હતી. આ લહેંગા-ચોલી પહેરીને, નિયા શર્મા તેની કમર ખૂબ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેના પાસે કપડાંની ભરમાર છે. પરંતુ ઘણીવાર નિયા વોર્ડરોબ ફંક્શનનો શિકાર થઇ જાય છે. પરંતુ નિયા શર્માએ ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે લોકો તેના કપડાં વિશે શું કહે છે તેની તેને કોઈ પરવા નથી. તે તેને ગમતા કપડાં પહેરવાનું ચાલુ રાખશે.

નિયા શર્માનું ગીત ‘ફૂંક લે’ 10 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહ્યું છે. આમાં અભિનેત્રી દેશી લુકમાં જોવા મળશે. આ ગીતના પ્રમોશન માટે નિયા શર્મા ફિલ્મ સિટી પહોંચી હતી. ચોલી અને લહેંગામાં તે અદ્દભૂત લાગી રહી હતી. ‘એક હજારો મેં મેરી બેહના હૈ’ ફેમ નિયા પરથી લોકોની નજર દૂર કરવી મુશ્કેલ બની રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Spy (@bollywoodspy)

નિયા શર્માએ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કર્યા છે. 2010માં, તેણે સીરીયલ કાલીથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ એક હજારો મેં મેરી બહેના હૈ શોથી તેને ઓળખ મળી હતી. નિયા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘ફૂંક લે’ ગીતનો BTS વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નિયા શર્માએ તેના નવા ગીતની ઝલક શેર કરી છે. નિયા શર્માનું નવું વિડીયો સોંગ જોવા માટે લોકો આતુર છે.

Shah Jina