ફિલ્મી દુનિયા

નેહા કક્કડે એવું પગલું ભર્યું કે ચાહકોને ધ્રાસ્કો પડ્યો

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બાદ બોલીવુડમાં કોઈને કોઈ ઘટના ઘટે છે. આ સમયે સોશિયલ મીડિયામાં બોલીવુડ છવાઈ ગયું છે. લોકો અંદર અને બહારની વાતો કરતા રહે છે. તો આ વચ્ચે ઘણા કલાકારો અને સેલેબ્સ ટ્રોલર્સનો શિકાર થાય છે. ઘણા એવા સેલેબ્સ છે જે આ વચ્ચે ટ્રોલિંગન શિકાર થયા છે આ વચ્ચે ખબરો એવી પણ આવી રહી છે કે, ઘણા સેલેબ્સે હાલમાં જ સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. આ વચ્ચે વધુ એક સેલેબ્સે સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

બૉલીવુડની જાણીતી સિંગર નેહા કક્ક્ડએ સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાનો ફેંસલો લીધો છે. સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાની જાણકારી ખુદ નેહએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં આપી હતી. નેહા લખ્યું હતું કે, સુવા જઈ રહી છું જયારે દુનિયા સારી થા જાય ત્યારે જગાડી દેજો. એ દુનિયામાં જ્યાં ફ્રીડ, પ્રેમ, સમ્માન, કેર, ફન અને બધા જ લોકો લોયલ હોય. ઘૃણા, નેપોટિઝ્મ, ઈર્ષ્યા, હત્યા, આત્મહત્યા અને ખોટા લોકો ના હોય. ચિંતા ના કરો હું મરી નથી રહી બસ થોડા દિવસ માટે દૂર જઈ રહી છું.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

આ પોસ્ટ શેર કરતી વખતે તેણે કેપ્શનમાં તેના વિશે પણ લખ્યું હતું કે, તે આખરે આવું કેમ કરે છે ? તેણે લખ્યું કે તો મારી વાતનું કોઈને ખરાબ લાગે તો હું માફ કરીશ. પરંતુ હું લાંબા સમયથી એવું જ અનુભવું છું, પણ કહી શકતી નથી. હું ખુશ રહેવા માટે પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ હું સક્ષમ નથી. હું એક માણસ છું અને ખૂબ ભાવનાશીલ છું. તો આ બધું મને દુ દુઃખી કરે છે. ચિંતા કરશો નહીં કે હું સાચી છું આપ સૌને મારો પ્રેમ ‘

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

જણાવી દઈએ કે, તાજેતરમાં જ ઘણા કલાકારોએ ટ્વિટર જેવા સોશિયલ મીડિયાથી પોતાને દૂર કર્યા છે. જેમાં ડાયરેક્ટર શશાંક ખેતાન, સોનાક્ષી સિંહા અને સાકિબ સલીમ જેવા સેલેબ્સેએ ટ્વીટરને અલવિદા કહી દીધું છે. દરેક વ્યક્તિનો લગભગ સમાન વિચાર છે કે અહીંનું વાતાવરણ સારું નથી. તે જ સમયે આ પહેલીવાર નથી જ્યારે સેલેબ્સે આ પ્રકારનો નિર્ણય લીધો હોય. અગાઉ અનુરાગ કશ્યપ જેવા ઘણા સેલેબ્સે આ પ્રકારના પગલા લીધા છે. જોકે, અનુરાગ બાદમાં ફરીથી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.