કરોડો લોકોના દિલમાં વસનાર નેહા કક્કરે મેકઅપ વગરનો વિડીયો મુક્યો, તો ફેન્સને લાગ્યો ઝાટકો…બોલ્યા અરરરર

પોતાની પત્નીને મેકઅપ વિના જોતા ૬ વર્ષ નાનો પતિ રોહનપ્રીત રહી ન શક્યો..બોલ્યો કે

સિંગર નેહા કક્કર અને રોહનપ્રિત સિંહના જયારથી લગ્ન થયા છે ત્યારથી તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

બંને તેમના પ્રેમ, કપલ આઉટિંગ્સ અને વીડિયોને લઇને ચાહકોનું દિલ જીતી રહ્યા છે. બંનેના લાખો ચાહકો છે. તેઓ કયારેય રિલેશનશિપ ગોલ્સ આપતા પાછા પડતા નથી. હાલમાં નેહાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે.

નેહાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. આ વીડિયો તેણે ઉઠ્યા બાદ બનાવ્યો છે.

બેકગ્રાઉન્ડમાં રોહનપ્રિત ટોની કક્કરનું ગીત “તુમ જેસી હો’ ગાઇ રહ્યા છે, આ ગીત સાંભળી નેહાનો ચહેરો એકદમ ખીલી જાય છે. આ પર નેહા કહે છે, આઇ લવ યુ બેબી, ત્યાં જ રોહનપ્રિત જવાબમાં આઇ લવ યુ ટુ કહે છે.

નેહાએ આ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યુ છે કે, ‘તુમ જેસી હો સુંદર હો’. નેહાના પતિ રોહનપ્રિત જે ગીત ગાઇ રહ્યા છે તે ટોની કક્કરે ગાયુ છે.

તમને જણાવી દઇએ કે, 24 ઓક્ટોબર 2020ના રોજ નેહા અને રોહનપ્રિતે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમયે તેઓનું એક ગીત રીલિઝ થયુ હતુ જે હતુ “નેહુ દા વ્યાહ” જે હિટ પણ રહ્યુ હતુ. તેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ હતી.

Shah Jina