નેહા કક્કરે બેડરૂમમાં બ્લેક કલરની નાઈટમાં આપ્યા કાતિલ પોઝ, ઉફ્ફ આ તો હિરોઇનો કરતા પણ વધુ બોલ્ડ છે

મશહૂર સિંગર નેહા કક્કર તેના ગીતો સિવાય ડ્રેસિંગ સેન્સ અને ક્યુટનેસ માટે પણ ઓળખાતી હોય છે. થોડા સમય પહેલા જ નેહા કક્કરે તેના બેડરૂમની કેટલીક તસવીરો શેર કરી છે. બોલિવૂડ સિંગર નેહા કક્કર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા ચાહકોની સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેવામાં થોડા સમય પહેલા જ નેહા કક્કરે કેટલીક તસવીરો શેર કરી છે જે ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.

આ તસવીરોમાં નેહા કક્કર બેડ પર સુતા દિલકશ અદાઓ આપતી નજર આવી રહી છે. અભિનેત્રીએ શેર કરેલી તસવીરોમાં બ્લેક કલરની નાઇટી પહેરેલી છે તેની સાથે તેણે ચશ્મા પહેરીને પુસ્તક વાંચતી દેખાઈ રહી છે. નેહા કક્કર આ તસવીરોમાં હદ કરતા વધારે ક્યૂટ લાગી રહી છે. આ તસવીરોને નેહા કક્કરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને એક પોસ્ટ લખીને લોકોને સવાલ પૂછી રહી છે.

તસવીરોને શેર કરતા નેહા કક્કરે સવાલ પૂછ્યો હતો કે,’ ગુડ મોર્નિંગ, તમે લોકો હજી સુધી બેડ પર છો કે પછી બ્રેકફાસ્ટ ટેબલ પર છો?’. નેહા કક્કરની આ તસવીરો પર ઘણા સેલિબ્રિટી કોમેન્ટ કરી રહ્યા છે. પરિણીતી ચોપરાએ કોમેન્ટ કરી કે ‘કયુટી’. તેની સાથે હસવા વાળું ઈમોજી અને હાર્ટ વાળું ઈમોજી પણ બનાવ્યું હતું. નેહાનો ભાઈ ટોની કક્કરે કોમેન્ટ કરી હતી કે,’તું આટલી ક્યૂટ છે.’ તેમજ તેની બહેને લખ્યું ‘ક્યૂટેસ્ટ’.

નેહા કક્કરે રોહનપ્રિત સાથે 22 ઓક્ટોમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નેહા અવાર નવાર તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં બનેલી રહેતી હોય છે. બંને તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતા હોય છે અને ઘણી વખત તસવીરો શેર કરીને ચાહકોનોપ્રેમ જોતા હોય છે.

નેહા કક્કર અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે. નેહા કક્કરની દરેક તસવીર પર ચાહકો ખુબ પ્રેમ વરસાવતા હોય છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ નેહા કક્કરની ગીત ‘નારાઝગી’ રિલીઝ થયું હતું. આ ગીતમાં નેહા કક્કર સાથે અક્ષય ઓબેરોય નજર આવ્યા હતા. આ ગીતને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Patel Meet