નેહા કક્કરની બ્લુ સાડીમાં જોવા મળી બોલ્ડ અદાઓ, ફિદા થયા પતિ રોહનપ્રિત, કહ્યુ- ઉફ્ફ…

નેહા કક્કરને બ્લુ સાડીમાં જોઇ પોતાને રોકી ન શક્યા રોહનપ્રિત, કહ્યુ- ઉફ્ફ હોટનેસ…

બોલિવુડની પોપ્યુલર સિંગર નેહા કક્કર કોઇને કોઇ કારણસર હંમેશા ચર્ચામાં રહે છે. તે કારણ તેની પર્સનલ લાઇફ હોય કે પ્રોફેશનલ, તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. નેહા કક્કર બોલિવુડની ટોપ સિંગરમાંની એક છે. તેના ગીતના લોકો સૌથી વધુ દીવાના છે. નેહા તેના સુપરહિટ ગીતને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

નેહા કક્કર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર તેની તસવીરો, વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં જ નેહા કક્કરે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

નેહાનો આ તસવીરોમાં ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. નેહાનું આ ફોટોશૂટ જોઇ ચાહકો તેના દીવાના થઇ ગયા છે.

હાલમાં જ નેહા કક્કરે તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જે જોઇ તેના પતિ રોહનપ્રિત કમેન્ટ કરવાથી પોતાને રોકી શક્યા નહિ. આ તસવીરોમાં નેહા બ્લુ સાડી અને બ્લુ વેલવેટ બ્લાઉઝમાં જોવા મળી રહી છે.

નેહા કક્કરે ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તે જોઇને તો ચાહકોની આંખો તેના પર જ અટકી ગઇ છે. આ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

નેહા કક્કરે જે તસવીરો શેર કરી છે તેમાં રોહનપ્રિત પણ જોવા મળી રહ્યા છે. બંને એકસાખે ખૂબ જ ખૂબસુરત લાગી રહ્યા છે. નેહાની આ હોટનેસ જોઇ તેમના પતિ પણ કાયલ થઇ ગયા છે. રોહનપ્રિતે પણ આ તસવીરોને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં રોહનપ્રિત બ્લેક અને વ્હાઇટ સૂટમાં જોવા મળી રહ્યા છે. તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે.

નેહા કક્કરની આ તસવીરોને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેઓ કમેન્ટોનો વરસાદ વરસાવી રહ્યા છે. રોહનપ્રિત અને નેહાને એકસાથે આટલા કૂલ અંદાજમાં જોઇ ચાહકો પણ ખુશ છે.

આ તસવીરમાં નેહા તેના પતિ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરમાં નેહા અને રોહન બંને એકબીજાની આંખોમાં ખૂબ જ પ્રેમથી જોઇ રહ્યા છે. આ જોડીને સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh)

નેહા કક્કરના આ લુકની પ્રશંસા પતિ રોહનપ્રિતે પણ કરી છે. તેમણે કમેન્ટમાં પત્ની નેહાને હોટ કહી છે. રોહનપ્રિતે કમેન્ટમાં લખ્યુ છે કે, ઉફ્ફ હોટનેસ… તે બંનેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઇએ કે, નેહા કક્કરે ગયા વર્ષે જ પંજાબી સિંગર રોહનપ્રિત સાથે લગ્ન કર્યા હતા. આ કપલ સ્ટાર ઇન્ડસ્ટ્રીના રોમેન્ટિક કપલમાંના એક છે.

 

Shah Jina