બોલિવુડની જાણિતી સિંગર નેહા કક્કરે આ સમયે ઘણું જ મોટું નામ કમાવી લીધું છે. તેના બધા જ ગીતો હિટ થઇ જાય છે. તે લાખો લોકોના દિલ પર રાજ કરે છે.
નેહા કક્કરનો ઓડિશન વીડિયો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ત્યારે નેહા 11માં ધોરણમાં ભણતી હતી. જે શોમાં નેહા કક્કરે ઓડિશન આપ્યુ હતું એ જ શોમાં આજે નેહા જજ છે. પરંતુ એક એવો સમય હતો જયારે નેહા આ શોમાં આવવા માટે લાઇનમાં ઊભી રહેતી હતી.
નેહા કક્કરે તેનું જે નામ આ ઇન્ડસ્ટ્રીમાં બનાવ્યુ છે તે માટે નેહાએ ઘણી જ મહેનત કરી છે. આ મહેનતનો જ એક વીડિો હાલ વાયરલ થઇ રહ્યો છે. નેહાના સિંગિંગ કરિયરની વાત કરીએ તો, તેણે આ કરિયરની શરૂઆત ઇંડિયન આઇડલથી કરી હતી. તે શોમાં એક કન્ટેસ્ટન્ટ તરીકે આવી હતી. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તેમાં નેહા ઓડિશનની તૈયારી કરતી જોોવા મળી રહી છે.
નેહા કક્કરે પહેલી વાર તે સમયે સોનું નિગમ, અનુ મલિક અને ફરાહ ખાન સામે તેનું પર્ફોમન્સ આપ્યુ હતું. ત્રણેય જજને નેહાની સિંગિંગ ઘણી જ પસંદ આવી હતી અને તેને તે જજોએ સિલેક્ટ પણ કરી હતી.
અનુ મલિક, સોનુ નિગમ અને ફરાહ ખાનની વાતો સાંભળીને તે એકદમ ભાવુક થઇ ગઇ હતી. યરલ થઇ રહેલા વીડિયોમાં નેહા સ્કૂલથી ઘરે જાય છે. આ દરમિયાન તે કહે છે કે, સિંગર બનવું એ તેનું સપનું છે. તે એક દિવસ જરૂર ઇંડિયન આઇડલ બનશે.
આ વીડિયોમાં નેહા લુક પણ ઘણો જ અલગ છે. તેણે સમય જતા તેના લુકને ખૂબ જ બદલ્યો છે.નીચે આપ જોઈ શકો છો સમગ્ર ઘટના વીડિયોમાં આ રીતે લાઈન માં ઉભા રહી ને પણ ઑડિશન આપ્યું હતું એક સમયે.