નીતુ કપૂરે શાનદાર અંદાજમાં મનાવ્યો દિવંગત ઋષિ કપૂરનો જન્મ દિવસ, દુનિયામાં ના હોવા છતાં પણ આ રીતે હાજર રહ્યા ઋષિ કપૂર, જુઓ તસવીરો

અભિનેતા ઋષિ કપૂરને આ દુનિયામાંથી વિદાયે લીધે એક વર્ષ કરતા પણ વધારેનો સમય વીતી ગયો છે. છતાં ઋષિ કપૂરની યાદો આજે પણ અકબંધ છે. ઋષિ કપૂરના પરિવારજનો અને તેમના ચાહકો આજે પણ તેમને ખુબ જ યાદ કરે છે. ગત 4 સપ્ટેમ્બરના રોજ ઋષિ કપૂરનો જન્મ દિવસ હતો, અને તે દિવસે પણ તેમના ચાહકો સાથે તેમના પરિવારજનોએ ઋષિને ખુબ જ યાદ કર્યા અને તેમનો 69મોં જન્મ દિવસની પણ ઉજવણી કરી.

ઋષિ કપૂરનાઆ ખાસ દિવસ ઉપર તેમના ચાહકો, પરિવારજનો અને સિતારાઓ તેમને યાદ કર્યા, આ પ્રસંગે ઋષિ કપૂરને યાદ કરતા તેમના પરિવારે જન્મ દિવસની ઉજવણી પણ કરી હતી. બપોરમાં આખા પરિવારે મળીને રણધીર કપૂરના ઘરે લંચ કર્યું. જેમાં કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાન પણ સામેલ થયા હતા.

પરિવાર સાથે લન્ચ કર્યા બાદ મોડી રાત્રે ઋષિ કપૂરના મિત્રો અને પરિવારના લોકોએ પાર્ટી પણ કરી હતી. આ જન્મ દિવસની પાર્ટી રૂમી જાફરી અને હનન જાફરીએ આયોજીત કરી હતી. આ પાર્ટીની અંદર ઋષિ કપૂર પોતે પણ સામેલ થયા હતા.

મનમાં થયા કે ઋષિ કપૂર તો દુનિયામાં હયાત નથી છતાં પણ કેવી રીતે સામેલ થયા ? તો તમને જણાવી દઈએ કે ઋષિ કપૂરની યાદ કરતા આ પાર્ટીની અંદર તેમનું એક પૂતળું રાખવામાં આવ્યું હતું. આ પાર્ટીની અંદર ઋષિ કપૂરના ખાસ મિત્ર શત્રુજ્ઞ સિંહા, ડેવિડ ધવન અને ડબ્બુ સાહેબ પણ સામેલ થયા હતા. આ ઉપરાંત બીજા પણ ઘણા લોકો પાર્ટીમાં જોવા મળ્યા હતા.

આ પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે, ચાહકો પણ આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત કોમેન્ટ કરી અને ઋષિ કપૂરને તેમના જન્મ દિવસે યાદ પણ કરી રહ્યા છે.

નીતુ કપૂરએ ઋષિ કપૂરના જન્મ દિવસે એક ખાસ પોસ્ટ કરી અને તેમને શુભકામનાઓ પણ આપી હતી. નીતુ કપૂરે લખ્યું હતું કે, “ન્યૂયોર્કમાં અમારા કેટલાક કપરા વર્ષોમાં હું ઋષિજી પાસેથી ઘણું શીખી હતી…જ્યારે તેમના બ્લડ કાઉન્ટ વધ્યા ત્યારે અમે કેવી રીતે સેલિબ્રેશન કર્યું હતુ…અમે જમ્યા હતા, ખરીદી કરી હતી અને હસ્યા હતા…તેમની તબિયત નહોતી સારી ત્યારે અમે માત્ર ઘરે બેસીને ટીવી જોતા હતા અને અદ્દભુત ફૂડ ઓર્ડર કરતા હતા અને આશા હતી કે આગામી કિમોથેરાપીમાં તેઓ સારા થઈ જશે.”

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)


નીતુ આગળ લખે છે કે, “આ અને મજબૂત રહેવાનું તેમણે મને શીખવ્યું હતું…દરેક દિવસનું મૂલ્ય સમજો…આજે અમે તેમને મિસ કરીશું. હું કલ્પના કરી શકું છું કે, તેઓ પોતાના ૬૯મા બર્થ ડેને લઈને કેટલા ઉત્સાહિત હોત. મને ખાતરી છે કે ઉપર તેઓ પરિવારના સભ્યો સાથે ઉજવણી કરતા જશે. હેપ્પી બર્થ ડે કપૂર સાહબ.”

Niraj Patel