રસપ્રદ સ્ટોરી: વાગવાના કારણે ક્યારેક ભાલો નહોતો પકડી શકતો, મુંબઈમાંથી સર્જરી પછી મળ્યો ઓલમ્પિક વાળો હાથ
એથ્લિટ્સ નીરજ ચોપડાએ શનિવારના રોજ ટોકિયો ઓલમ્પિક્સમાં 87.58 મીટરનો ભાલો ફેંકીને દેશને પહેલું ગોલ્ડ મેડલ આપાવ્યું. જેનો ઉત્સવ આજે આખો દેશ મનાવી રહ્યો છે. દેશભરમાંથી નીરજને ઇનામોની લ્હાણી લાગી ગઈ છે. ત્યારે નીરજની સફર એટલી સરળ નહોતી.
નીરજે વર્ષ 2018ના કોમનવેલ્થ ગેમની અંદર ગોલ્ડ જીત્યા બાદ જ ઓલમ્પિકની તૈયારી શરૂ કરી દીધી હતી. પરંતુ 2019નું વર્ષ તેના માટે સારું ના રહ્યું. વાગવા અને સર્જરીના કારણે તે 6 મહિના સુધી મેદાનથી દૂર રહ્યો. નીરજે 2019માં એજ હાથની સર્જરી કરાવી હતી જે હાથે તેને ભાલો ફેંક્યો હતો.
નિરાજનું ઓપરેશન કરવા વાળા ઓર્થોપીડીક સર્જન દીનશો પારદીવાળાએ જણાવ્યું હતું કે ચોપડાને કોણીમાં વાગ્યું હતું. આ તેના કેરિયરને પણ ખતરામાં મૂકી શકે તેમ હતી. પરંતુ સમય ઉપર સારવાર કરાવવાના કારણે નીરજને મદદ મળી ગઈ હતી.
કોણીમાં વાગવાના કારણે નીરજ ચોપડા 2019ની અંદર દોહામાં થયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ નહોતો લઇ શક્યો. ડોક્ટર પારદીવાળાએ જણાવ્યું કે આ તેના માટે ખુબ જ મહત્વની સર્જરી હતી. કારણ કે નીરજ ભાલો પણ નહોતો ફેંકી શકતો. નીરજના સીધા હાથનું કોણીમાં વાગ્યું હતું. જેનાથી તે ભાલો ફેંકતો હતો. હાથમાં વાગવાના કારણે તેને દુઃખાવો પણ ઘણો થયો હતો.
ડોક્ટરનું કહેવું છે કે તેની કોણીમાં “લોક”સ્થિતિમાં ફસાઈ ગઈ હતી. 3 મે 2019ના રોજ તેનું ઓપરેશન થયું. આ બે કલાક સુધી ચાલ્યું. જેના બાદ ચોપડાને ચાર મહિના સુધી રિહૈબ પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું. પરંતુ તેના બાદ બધું જ સારું રહ્યું અને તે ફરીવાર ભાલો ફેંકવામાં સક્ષમ બન્યો.
સર્જરીમાંથી સાજા થયા બાદ નીરજ ચોપડાએ મનમાં પોતાની લક્ષ નક્કી કરી લીધું હતું. અને તેના કારણે તેને પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો. તે ફક્ત તેની માતા સાથે જ ફોન ઉપર વાત કરતો હતો. પોતાના પરિવારના સભ્યો સાથે પણ તે વાત કરવાનું ટાળતો હતો. અને તેની જ આ મહેનત અને બલિદાન આજે રંગ લાવ્યું અને નીરજે ભારતને ગોલ્ડ મેડલ આપાવ્યું.