66 વર્ષની ઉંમરે નીના ગુપ્તાએ પહેરી ગોલ્ડ બિસ્કિટ બ્રા, બોલ્ડનેસ જોઇ ચોંક્યા લોકો, કહ્યુ- ‘થોડી તો શરમ કરી લો…’

ગોલ્ડ બિસ્કિટ બ્રા પહેરી નીના ગુપ્તાએ સેલિબ્રેટ કર્યો 66 મો બર્થ ડે, થઇ ટ્રોલ, લોકો બોલ્યા- ‘ઉંમરનો તો લિહાઝ કરો”

બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તાને કોઈ પરિચયની જરૂર નથી. નીનાએ પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. પોતાના દમદાર અભિનય ઉપરાંત નીના ગુપ્તા પોતાની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે. નીના આ દિવસોમાં અપકમિંગ ફિલ્મ મેટ્રો ઇન દિનો માટે હેડલાઇન્સમાં છે. આ અઠવાડિયે નીના 66 વર્ષની થઈ.

આ ખાસ પ્રસંગે નીના ફરીથી સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ સ્ટાઇલ માટે લાઇમલાઇટમાં આવી ગઇ. તેણે મેટ્રો ઇન દિનોના કલાકારો અને ક્રૂ સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. નીનાની ડ્રેસિંગ સેન્સ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. નીના ગુપ્તાએ તાજેતરમાં મેટ્રો ઇન દિનોના એક પ્રેસ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

આ દરમિયાન ફિલ્મના બાકીના સ્ટાર્સ આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી અને દિગ્દર્શક અનુરાગ બાસુ પણ હાજર રહ્યા હતા. તાજેતરમાં મેટ્રો ઇન દિનોનું ટ્રેલર લોન્ચ ઇવેન્ટ હતુ. નીના ગુપ્તાએ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન બધાની નજર નીનાના ડ્રેસ પર જ અટકી રહી.

નીનાએ વ્હાઇટ કફ્તાન કુર્તો પહેર્યો હતો, જે ડીપનેક સ્ટાઇલમાં હતો. આ સાથે નીનાએ ગોલ્ડ બિસ્કિટ બ્રા પહેરી હતી. તેનો આ લુક ખૂબ જ બોલ્ડ હતો. જણાવી દઈએ કે નીનાનો આ ડ્રેસ તેની પુત્રી મસાબા ગુપ્તાના ફેશનેબલ, હાઉસ ઓફ મસાબાનો હતો. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ 66 વર્ષીય નીના ગુપ્તાની આ બોલ્ડ ફેશનને પસંદ કરી રહ્યા છે, તો ઘણા તેમને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે.

નીનાના ઘણા ચાહકોએ કોમેન્ટમાં લખ્યું છે કે ‘ઉંમર ફક્ત એક નંબર છે’. એક યુઝરે કોમેન્ટ કરી, ‘શરમ કરો, તમારે તમારી ઉંમર પ્રમાણે કપડાં પહેરવા જોઈએ.’ બીજાએ લખ્યું કે, ‘આ ઉંમરે તમારી પાસેથી આ પ્રકારના ડ્રેસની અપેક્ષા નહોતી.’ એકે લખ્યું છે કે, ‘તમારે એટલા પણ મોર્ડન ન બનવું જોઈએ કે તમે તમારી સંસ્કૃતિ ભૂલી જાઓ.’

બીજાએ લખ્યું, ‘રેખાજી અને હેમા માલિનીજીના ચરણોમાં પ્રણામ…જે નવી પેઢીને વૃદ્ધાવસ્થામાં કેવી રીતે જીવવું તે કહે છે.’ નીના ગુપ્તાની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો, તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં અનુપમ ખેર અને નીના ગુપ્તા વચ્ચેની લવ સ્ટોરીની હિંટ મળી રહી છે, ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 4 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina
error: Unable To Copy Protected Content!