શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરમાં આવી શિવલિંગને વીંટળાઈ ગયો નાગ, પુજારીએ કર્યું એવું કે તમે પણ બે હાથ જોડી ઉઠશો

શિવજીનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે, આ દરમિયાન શિવ ભક્તો પણ શિવ મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને જાહેર જીવનમાં પણ લોકો આ મહિનામાં શિવના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે હાલ એવું દૃશ્ય સામે આવ્યું છે કે તે જોઈને શિવ ભક્તો ખુશ થઇ જશે.

આ નજારો જોવા મળ્યો છે રાજસ્થાનના સીકરમાં. જ્યાં શનિવારના રોજ એક કાળો નાગ શિવજીના મંદિરમાં આવીને શિવલિંગ ઉપર કુંડળી મારીને બેસી ગયો. આ નાગને જોવા માટે શ્રધ્ધાળુઓં પણ આવવા લાગ્યા. આ સમગ્ર દૃશ્યને પણ કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યું. આ મંદિર શહેરથી દૂર છે.

શહેરથી દૂર આવેલા આ નીલકંઠ મહાદેવના મંદિરમાં આ અનોખું દૃશ્ય સર્જાયું હતું. શિવલિંગ ઉપર નાગના વીંટળાઈ ગયા બાદ પુજારીએ દૂધથી નાગનો અભિષેક કર્યો. પુજારીએ મંત્રોચાર સાથે અભિષેક કર્યો. અભિષેક કરવા દરમિયાન પણ નાગ શિવલિંગ ઉપર વીંટળાયેલો જ રહ્યો. તે શિવલિંગથી દૂર ના ગયો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

નીલકંઠ મહાદેવ મંદિરનો ઇતિહાસ ખુબ જ જૂનો છે. લગભગ આ શિવ મંદિરની જગ્યા ઉપર અનાજની દુકાન હતી. એક લોકકથા અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે દુકાનના શેઠના સપનામાં એક દિવસ ભગવાન આવ્યા હતા અને તેમને નીલકંઠનું અષ્ટધાતુ વાળું શિવલિંગ બનાવવાનું કહ્યું. જેના બાદ નાનું એવું શિવ મંદિર આસ્થાનું મોટું કેન્દ્ર બની ગયું.

Niraj Patel