શું ગુજરાતનો જમાઈ બનવા જઈ રહ્યો છે પ્રિયંકા ચોપરાનો ભાઈ ? સોશિયલ મીડિયા ઉપર આ ગુજ્જુ ગર્લ સાથે તસવીરો થઇ રહી છે વાયરલ

વાહ વાહ…આ ગુજ્જુ દીકરી બનશે પ્રિયંકા ચોપરાની ભાભી? 7 PHOTOS જોઈને કહેશો પ્રિયંકા ચોપરા કરતા પણ વધુ બોલ્ડ છે

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને તેનો વિદેશી પતિ નિક જોનાસ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાનો સોમવારે જન્મ દિવસ હતો. જેની શુભકામનાઓ પણ પ્રિયંકાએ પોતાના ભાઈને પાઠવી હતી, પરંતુ આ દરમિયાન સિદ્ધાર્થે એવું કર્યું જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે.

સિદ્ધાર્થે પોતાના જન્મ દિવસે પોતાની કથિત પ્રેમિકા સાથેની કેટલીક રોમાન્ટિક તસવીરો શેર કરી અને ચાહકોને પોતાના ડેટિંગની હિન્ટ પણ આપી દીધી છે. સિદ્ધાર્થની કથિત ગર્લફ્રેન્ડનું નામ છે નીલમ ઉપાધ્યાય અને તે એક ગુજરાતી યુવતી છે. જેના કારણે એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રિયંકાની ભાભી ગુજરાતી હશે.

નીલમ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલા છે. નીલમ સાથેની ઘણી તસવીરો શેર કરવાની સાથે જ તેને કેપશનમાં “બૂ” તરીકે બોલાવી છે. તો સાથે જ નીલમે પણ સિદ્ધાર્થ સાથેની કેટલીક જૂની તસવીરો શેર કરી છે.

નીલમ ઉપાધ્યાય મૂળ ગુજરાતી છે. તેનો જન્મ 5 ઓક્ટોબર, 1993માં ગુજરાતમાં થયો હતો. નીલમે સાઉથ ઇન્ડિયન ફિલ્મથી કરિયરની શરૂઆત કરી છે. નીલમે સિદ્ધાર્થના બાળપણની પણ કેટલીક રોમાંચક તસવીરો શેર કરી છે. જેમાં તે મસ્તી કરતો પણ જોવા મળી રહ્યો છે.

નીલમ ઉપાધ્યાયના પરિવારમાં માતા, ભાઈ-ભાભી-ભત્રીજો તથા બહેન છે. નીલમ ઉપાધ્યાય મુંબઈમાં મોટી થઈ છે. તેણે મુંબઈની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે.

નીલમે સાઉથ ફિલ્મ ‘સેવથુ સરીયે’થી વર્ષ 2010માં એક્ટિંગ ફિલ્ડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ કેટલાંક કારણોસર ક્યારેય બની નહીં. ત્યારબાદ નીલમે MTVના શો ‘સ્ટાઇલ ચેક’માં કામ કર્યું હતું. આ શો બાદ નીલમને વિવિધ ફિલ્મની ઑફર મળી હતી. 2012માં નીલમે તેલુગુ ફિલ્મ ‘મિસ્ટર 7’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આ ઉપરાંત નીલમ તેલુગુ ફિલ્મ ‘3D’, તમિળ ફિલ્મ ‘ઉન્નોડુ ઓરુ નાલ’ તથા હિંદી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ની તમિળ રિમેકમાં જોવા મળી ચુકી છે. એક ઇન્ટરવ્યૂમાં નીલમે કહ્યું હતું કે એ ખોટી વાત છે કે સાઉથમાં નોર્થ ઇન્ડિયન એક્ટ્રેસિસ સાથે ભેદભાવ કરવામાં આવે છે. અહીંયા બધા પરિવારની જેમ કામ કરે છે.

નીલમ ઉપાધ્યાય સિદ્ધાર્થ સાથે ઘણા પ્રસંગોમાં પણ હાજરી આપતી જોવા મળી ચુકી છે. થોડા સમય પહેલા નીલમ અને સિદ્ધાર્થે સગાઈ કરી લીધી હોવાની પણ ચર્ચા હતી. બાદમાં નીલમે સ્પષ્ટતા કરી હતી કે તેણે સિદ્ધાર્થ સાથે સગાઈ કરી નથી અને રિંગ તેણે જમણા હાથમાં પહેરી છે.

વર્ષ 2019માં  સિદ્ધાર્થના ઈશિતા કુમાર સાથેના લગ્ન ફોક થયા હતા. લગ્નના થોડા જ દિવસ બાકી હતા ત્યારે જ લગ્ન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. એક ઈન્ટરવ્યૂમાં મધુ ચોપરાએ કહ્યું હતું કે, તેમનો દીકરો લગ્ન માટે તૈયાર ન હોવાથી બંધ રાખ્યા હતા.

Niraj Patel