અભિનેતાએ પત્ની અને બાળકોને કાઢ્યા ઘરની બહાર, દીકરી ધ્રુસકેને ધ્રુસકે રડતી જોવા મળી, પત્નીએ વીડિયો શેર કરી અભિનેતા પર લગાવ્યો ગંભીર આરોપ

સામે આવ્યો આ અભિનેતાનો અસલી ચહેરો? પત્ની અને બાળકો સાથે કંઇક એવું કર્યુ કે ધ્રુસકેને ધ્રુસકે રડતી નજર આવી દીકરી

બોલિવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીના અંગત જીવનમાં હાલ તોફાન ચાલી રહ્યુ છે. પત્ની આલિયા સિદ્દીકી અને તેની વચ્ચેનો ઝઘડો ઉકેલવાને બદલે વધુ વકરી રહ્યો છે. બંને રોજ એકબીજા પર અનેક આરોપો લગાવી રહ્યા છે. ત્યારે હવે નવાઝની પત્ની આલિયાએ તેના ઇન્સ્ટા પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે તેને અને તેના બાળકોને નવાઝુદ્દીનના ઘરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. તેણે મોડી રાતનો એક વીડિયો શેર કર્યો છે. તે ગેટની બહાર પુત્રી અને પુત્ર સાથે ઉભી છે.

આ સાથે વીડિયોમાં નવાઝની દીકરી ધ્રુસકેને ધ્રુસકે રડતી જોવા મળી રહી છે. આલિયા સિદ્દીકીએ વીડિયો શેર કરી એક લાંબી પોસ્ટ લખી છે. વીડિયોમાં આલિયા બંને બાળકો સાથે બંગલાની બહાર જોવા મળી રહી છે. તેની સાથે એક પુત્રી અને પુત્ર પણ છે. બંને બાળકો રડતા જોવા મળે છે. આ વીડિયો જોયા પછી દરેક અભિનેતા વિશે ખરાબ બોલી રહ્યા છે. આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો શેર કરી દાવો કર્યો કે નવાઝુદ્દીને પોતે જ તેને આ સ્થિતિમાં રહેવા દબાણ કર્યું હતું. તેમના બાળકો ભૂખ્યા છે, તેમના માથા પરની છત પણ છીનવાઈ ગઈ છે.

આલિયાએ આરોપ લગાવ્યો છે કે નવાઝુદ્દીને તેને અને તેના બાળકોને ઘરની બહાર કાઢી મૂક્યા છે. આલિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આલિયા તેના બે બાળકો સાથે ઘરની બહાર ઉભી જોવા મળે છે. વીડિયોમાં તે કહે છે, ‘મારી દીકરી રડી રહી છે, તે ખૂબ જ પરેશાન છે. મને ખબર નથી કે નવાઝ આવું કેમ કરી રહ્યો છે, શું આ તેને શોભે છે. હું નવાઝના બંગલાથી આવી છુ, આ મારા બે બાળકો છે. અમને બંગલાની બહાર કાઢી દેવામાં આવ્યા છે. હવે મને સમજાતું નથી, મારી પાસે પૈસા નથી અને ઘર પણ નથી. મને સમજાતું નથી કે મારે બાળક સાથે ક્યાં જવું જોઈએ.

હું તેને ક્યારેય માફ નહિ કરું, તુ મારા બાળકો સાથે જે કરી રહ્યો છે તે હું ક્યારેય માફ કરીશ નહીં. રાત્રે 12 વાગ્યે નવાઝે મને બાળકો સાથે રસ્તા પર ઉભી રાખી, આ સમયે ક્યાં જવું તે સમજાતું નથી. ત્યારે આલિયાએ આ જ પોસ્ટમાં બીજો પણ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેના બાળકો સૂતા જોવા મળી રહ્યા છે. આલિયાએ આ વીડિયો સાથે એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેના દ્વારા તે નવાઝનું સત્ય બધાની સામે લાવવા કહેતી જોવા મળે છે. આલિયાના આ વીડિયો બાદ હવે તેના પ્રવક્તાએ નવાઝુદ્દીન વતી સ્પષ્ટતા આપી છે.

નવાઝુદ્દીનના પ્રવક્તાએ આ આરોપોને નકારી કાઢ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે નવાઝુદ્દીન પોતાની માતા મેહરુન્નિસા સિદ્દીકીના નામે પ્રોપર્ટી કરી ચૂક્યો છે. હવે તેની પાસે નિર્ણય લેવાની કોઈ સત્તા નથી. તેની માતાના કેરટેકરે કહ્યું કે બાળકો બંગલામાં આવી શકે છે પરંતુ આલિયાને પ્રવેશની મંજૂરી નથી. પ્રવક્તાએ કહ્યું કે નવાઝુદ્દીને આલિયા માટે મુંબઈમાં એક ફ્લેટ પહેલેથી જ ખરીદ્યો છે, જે તે હાલમાં ભાડે આપી રહી છે. આ પહેલા આલિયાએ વીડિયો શેર કરીને લખ્યું હતું કે, ‘મારી દીકરીને વિશ્વાસ ન હતો કે તેના પિતા તેની સાથે આવું કરી શકે છે. તે રસ્તા પર રડી રહી હતી. સદનસીબે મારા એક સંબંધીએ અમને તેમના એક રૂમના ઘરમાં લઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)

Shah Jina