ઇન્ડિયન આઇડલ 13માં રણબીર કપૂરે જણાવ્યો દીકરી રાહાને લઇને પોતાનો ડર, અભિનેતા બોલ્યો- જો તેણે મને ના…
સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 13’ને શરૂ થયે જલ્દી જ 6 મહિના પૂરા થવાના છે અને શોને ટોપ 7 કંટેસ્ટેંટ પણ મળી ચૂક્યા છે. શો દરમિયાન જજ હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની સાથે દરેક એપિસોડમાં આવનાર ગેસ્ટ જજને કંટેસ્ટેંટ તરફથી એકથી એક ચડિયાતા પરફોર્મન્સ જોવા મળે છે. ત્યારે હવે શોના આવનાર એપિસોડમાં બોલિવુડ અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર તેમની અપકમિંગ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’નું પ્રમોશન કરવા પહોંચવાના છે.
આ દરમિયાન રણબીર કપૂર તેની પ્રિન્સેસ વિશે વાત કરતો પણ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન આઇડલ 13ના એક એપિસોડનો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. ઇન્ડિયન આઇડલ 13માં શનિવારના રોજ એટલે કે આજે હોલી સ્પેશિયલ એપિસોડમાં રણબીર અને શ્રદ્ધા આવવાના છે. શોના એપિસોડના પ્રોમોમાં જોવા મળી રહ્યુ છે કે સુપરસ્ટાર સિંગર્સ 2ની કંટેસ્ટેંટ રણબીરને સવાલ કરે છે, જ્યારે તમારી દાઢી નહોતી ત્યારે તમે ક્યુટ લાગતા હતા.
હવે તમારી દાઢી વધારે છે તો તમારી બેબીને ચુભતી નથી. આ પર રણબીર કપૂરે જવાબ આપ્યો કે, મેં આ દાઢી ફિલ્મ માટે વધારી છે. જ્યારથી મારી દીકરી રાહાનો જન્મ થયો છે, ત્યારથી તેણે મને આ જ લુકમાં જોયો છે. મને એ વાતનો ડર નથી કે દાઢી તેને ચુભશે, પણ એ વાતનો ડર છે કે દાઢી કઢાવ્યા બાદ મને તે ઓળખી શકશે કે નહિ. મારી દીકરી રાહા આંખોમાં જોઇ સ્માઇલ કરે છે અને હું માનુ છુ કે તેણે મને મારી આંખોની નીચે જોયો નથી.
મને વિશ્વાસ છે કે તે મારા ક્લીન શેવ લુકને પણ ઓળખવા લાગશે પણ જો તે મને નહિ ઓળખી શકે તો મારુ દિલ તૂટી જશે. ત્યારે આ જ કંટેસ્ટેંટ રણબીરને અંકલ કહ્યુ ત્યારે રણબીરનું રિએક્શન જોવાલાયક હતુ. રણબીર કહે છે કે યાર પ્લીઝ મને અંકલ ના કહે, તો કંટેસ્ટેંટ કહે છે કે તો શું બોલાવું તમને ? આના પર રણબીર કહે છે કે તુ મને RK કહી દે. જણાવી દઇએ કે, રણબીર કપૂર આ દિવસોમાં તેની નાની પરી રાહા સાથે પેરેન્ટહુડની મજા લઇ રહ્યો છે.
રણબીર ઘણીવાર પબ્લિક પ્લેટફોર્મ પર તેની દીકરી અને પત્ની આલિયા વિશે વાત કરતો જોવા મળે છે. રણબીરના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે બ્રહ્માસ્ત્ર પહેલા શમશેરામાં જોવા મળ્યો હતો અને આ દિવસોમાં તે ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ને લઈને ચર્ચામાં છે. લવ રંજન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીરની સાથે શ્રદ્ધા કપૂર છે. આ ફિલ્મ 8 માર્ચે રિલીઝ થવાની છે. આ સિવાય રણબીર કપૂર ફિલ્મ એનિમલમાં પણ પોતાનો ચાર્મ ફેલાવતો જોવા મળશે. રણબીર કપૂરની સાથે અનિલ કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદાના પણ એનિમલમાં જોવા મળશે.
View this post on Instagram