શાહરુખની સુહાના બોરિંગ લાગે છે અમિતાભની નવ્યાનો આ લુક, જુઓ તસવીરો
બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની bold અને હોટ તસવીરો શેર કરતી રહેતી હોય છે. સુહાના ખાનની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ઘણી સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે.
View this post on Instagram
સુહાના ખાને હાલમાં જ તેની હોટ તસવીરો પોસ્ટ કરી છે, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં સુહાના ખાનની મિત્ર પણ જોવા મળી રહી છે. સુહાના ખાન મિત્ર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે આ પોસ્ટમાં એક બૂમરેંગ પણ શેર કર્યુ છે. જેમાં તે તેની ફિગર ફલોન્ટ કરતા જોવા મળી રહી છે.
View this post on Instagram
સુહાના આ તસવીરમાં એક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેણે તેના વાળને વચ્ચેથી પાર્ટીશન પાાડી બાંધેલા રાખ્યા છે. તેણે ગળામાં એક ચેન પેંડેડ પણ પહેરેલુ છે. સુહાનાનો આ લુક ઘણો જ હોટ અને સ્ટાઇલિશ લાગી રહ્યો છે.
View this post on Instagram
સુહાના ખાનની પાર્ટીની તસવીરો ઘણી વાયરલ થતી રહે છે, આ પહેલા પણ તે ઘણી પાર્ટીની તસવીરો શેર કરી ચૂકી છે, જેમાં તે ખૂબ જ ગોર્જિયસ અને હોટ લાગી રહી હતી. સુહાના હાલ ન્યુયોર્કમાં છે, ત્યાં તેનો અભ્યાસ પૂરો કરી રહી છે. આ વચ્ચે તે પાર્ટીઓની તસવીરો ચાહકો સાથે શેર કરવાનું ભૂલતી નથી. ફોલોઅર્સની સંખ્યા જોઇ એટલુ કહી શકાય કે સુહાના ખાનની પોપ્યુલારિટી બાકી સ્ટારકિડ્સ કરતા વધુ છે.
View this post on Instagram
બીજી તરફ અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદાએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તે ખૂબ જ કુલ અને ખૂબસુરત લાગી રહી છે. નવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. લોકો તેની ખૂબસુરતી અને ફેશનને ઘણુ પસંદ કરે છે.
View this post on Instagram
નવ્યાએ જે તસવીર શેર કરી છે તેમાં તે એકદમ સિંપલ અને કુલ લુકમાં જોવા મળી રહી છે. નવ્યાએ તેની તસવીરોની એક કોલાજ શેર કરી છે, જેની લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. નવ્યાની આ તસવીર પર માત્ર ચાહકો જ નહિ પરંતુ સુહાના ખાન, ખુશી કપૂર અને શનાયા કપૂરે પણ કમેન્ટ કરી છે, જે ખૂબ જ ચર્ચામાં છે.
View this post on Instagram
આ તસવીરમાં નવ્યા બ્લેક ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે. તે આ તસવીરમાં એલગ અલગ એક્સપ્રેશન આપી રહી છે. બધા જ પોઝમાં નવ્યા ખૂબ જ સરસ લાગી રહી છે અને લોકો તેની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram
નવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ખૂબસુરત અને ગોર્જિયસ તસવીરો શેર કરતી રહે છે. તે તેની તસવીરોનેે કારણે પણ ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે.
View this post on Instagram
આ પહેલા નવ્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે સ્ટનિંગ લાગી રહી હતી. આ તસવીર એક કેફેની હતી, જેમાં તેણે બ્લેક કલરના જેકેટ સાથે રેડ ટોપ કેરી કર્યુ હતુ. તમને જણાવી દઇએ કે, નવ્યાએ હજી સુધી બોલિવુડમાં પગ નથી મૂક્યો પણ તેની સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઇંગ છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, નવ્યા નવેલી નંદાએ Vogue સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, તે તેના પિતા નિખિલ નંદાના બિઝનેસને જોઇન કરશે. તેણે કહ્યુ, હું મારા પરિવારની ચોથી પેઢી અને પહેલી મહિલા છું જે આવું કરવા જઇ રહી છું. મારા પરદાદા દ્વારા છોડવામાં આવેલી વિરાસત કે બિઝનેસને આગળ વધારવુ એ મારા માટે ગર્વની વાત હશે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, નવ્યાનો આ સિંપલ લુક સુહાના ખાનના સ્ટાઇલિશ અને બોડીકોન ડ્રેસ પર ભારી પડી ગયો. સુહાના ખાનની લેટેસ્ટ તસવીરોમાં અને આ પહેલા શેર કરેલી તસવીરોમાં કોઇ નવું એલિમેન્ટ જોવા મળ્યુ નહતુ.