માતાજીની છબી લગાવવાથી લઈને કરો આ 3 કામ, નવરાત્રી તમારે માટે ભાગ્યનાં તાળાં ખૂલનાર સાબિત થશે! જાણો વિગતો

આસો માસના નવા વરસનો અણસાર આપતા દિવસો નવરાત્રીના મહાપર્વની સાથે શરૂ થઈ ગયા છે. આ નવ દિવસોમાં લોકો માતાજીની ભક્તિ કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ વખતે અહીં જાણી લઈએ એવાં કેટલાંક સામાન્ય કાર્યો, કે જે કરવાથી તમારા ધંધામાં કે બિઝનેસમાં, નોકરીમાં બરકત આવવાની સાથે પરિવારમાં પણ સુખ-સમૃધ્ધિ-શાંતિનો ત્રિવેણીસંગમ રચાય છે. અહીં જાણો શું છે એ કાર્યો જે નવરાત્રીના દિવસોમાં ચોક્કસથી કરવા જોઈએ, જેને પ્રતાપે માતાજીની કૃપા તમારા પર અવિરત વરસતી રહે છે:

ઘર કે ઓફિસમાં માતાજીનો ફોટો લગાવો —

નવરાત્રીના દિવસોમાં નવદુર્ગામાંથી કોઈ એક સ્વરૂપની તસ્વીર ઓફિસ કે ઘરની દિવાલ પર લગાડવી જોઈએ. જો પહેલેથી જ તસ્વીર મોજૂદ હોય તો નવેસરથી બીજી લગાવવાને કોઈ કારણ નથી. નવરાત્રીમાં માતાજીનો ફોટો મૂકવાથી ક્ષેત્ર આખું સકારાત્મક ઊર્જાથી ભરપૂર બની જાય છે. ધંધામાં કે અન્ય કોઈ કાર્યમાં સફળતા મળવાનો સંભવ વધી જાય છે. એટલું યાદ રહે કે, માતાજીની તસ્વીર માત્ર નવરાત્રી પુરતી નહી પણ કાયમ માટે રહેવી જોઈએ.

સવાર-સાંજ પૂજા અને આરતી કરવી —

ઘણા ઘરોમાં નવરાત્રીના દિવસોમાં માતાજીના ગરબાનું સ્થાપન થાય છે. બાદમાં આખો પરિવાર ભેગો થઈ સવાર-સાંજ માતાજીની આરતી ગાય છે અને ધૂપદીપ કરી પૂજા કરે છે. આ કાર્ય ઘરને પવિત્રતાથી ભરી દેનારું છે. ઓફિસમાં માતાજીની મૂર્તિ લગાવી તેની સવાર-સાંજ આરતી ગાવાથી અને પૂજા કરવાથી ઓફિસના કર્મચારીઓ વચ્ચે સૌહાદ્રનો માહોલ છવાયેલો રહે છે. કાર્યમાં પ્રગતિ થાય છે. માતાજીને ઘીનો દીવો કરવો, ધૂપ કે અગરબત્તી કરવી, ફૂલ અને ફૂલહાર ચડાવવો અને આરતી ગાવી જેવી ક્રિયાઓથી માતાજીની પૂજા થાય છે.

માતાજીનાં નામે પૈસા કાઢવા —

આમ તો આ કરવું ન કરવું એ સૌ કોઈની મરજીની વાત છે પણ જો નવરાત્રીના દિવસોમાં પહેલી કમાણી માતાના નામે કાઢવામાં આવે, અલગ રાખવામાં આવે તો એના બદલામાં તમે કામધંધામાં મેળવેલી સિધ્ધીઓ જરૂરથી જોઈ શકશો. નવરાત્રીની આ પહેલી કમાણી તમારે માટે ભાગ્યવર્ધક રહેશે. માતાજીની કૃપા થવાની આવકમાં ઓછપ નહી રહે.

આમ તો ઉપર જણાવેલા કાર્યો કરવા ન કરવા એ સૌની ઇચ્છા કે મરજીની વાત છે પરંતુ કાંઈ ન થાય તો પોતાના કાયમના ધંધાસ્થાનમાં માતાજીની છબી મૂકીને સવાર-સાંજ તેને ધૂપદીપ તો જરૂરથી કરવા. એ બહાને માતાનાં ચરણોમાં એકવાર શિશ ઝૂકશે એ જ બસ થઈ પડશે!

Shah Jina