હાર્દિક પંડ્યાના લાડલા દીકરા અગત્સ્યએ લૂંટી લાઇમ લાઈટ, કાપડની દુકાનમાં કહ્યું બાય બાય, વીડિયો જીતી રહ્યો છે સૌના દિલ, જુઓ

બ્રાન્દ્રાની કાપડની દુકાનમાં દીકરા અગત્સ્ય સાથે સ્પોટ થઇ નતાશા, હાર્દિક પંડ્યાના લાડલાએ જીત્યા દિલ, જુઓ વીડિયો

ક્રિકેટર હાર્દિક પંડ્યા આજે કરોડો દિલો પર રાજ કરે છે, ભારતીય ટીમમાં તે ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકામાં છે અને તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગથી તે લાખો લોકોના દિલ જીતી લે છે. તો સાથે જ હાર્દિક પંડ્યા તેના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામા રહેતો હોય છે. સોશિયલ મીડિયા દ્વારા ચાહકો તેના અંગત જીવન વિશે પણ જાણવા માટે ઉત્સુક હોય છે અને તેના પરિવારના સભ્યો પણ લાઇમ લાઇટમાં રહે છે.

હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ તેમને એક દીકરો પણ છે જેનું નામ અગત્સ્ય છે. અગત્સ્યના ઘણા ક્યૂટ ક્યૂટ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરતા હોય છે. હાલમાં જ અગત્સ્યનો એવો જ એક ક્યૂટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક કાપડની દુકાનમાં તેની માતા નતાશા સાથે જોવા મળી રહ્યો છે અને મીડિયા કર્મીઓને બાય પણ કહેતો જોવા મળે છે.

સામે આવેલા વીડિયોની અંદર નતાશા તેના દીકરા અગત્સ્ય સાથે શોપિંગ કરવા માટે નીકળેલી જોઈ શકાય છે. આ દરમિયાન તે એક કાપડની દુકાનમાં જાય છે અને ત્યાં તેને મીડિયા કર્મીઓ ઘેરી વળે છે. મીડિયા કર્મીઓ તેને ઉભી રાખી અને ફોટો લે છે, આ દરમિયાન અગસ્ત્ય પણ હોય છે અને તે પણ મીડિયા કર્મીઓને બાય કહે છે, જેના બાદ તે દુકાનમાં ચાલ્યા જાય છે, થોડીવારમાં જ તે દુકાનમાંથી બહાર આવે છે અને આ દરમિયાન પણ અગત્સ્ય મીડિયા કર્મીઓને હાય અને બાય કહે છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે નતાશા પણ પછી બધાને બાય કહીને કારમાં બેસીને ચાલી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ચાહકોને અગત્સ્યનો ક્યૂટ અંદાજ અને તેની બોલવાની સ્ટાઇલ ખુબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા હવે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં નજર આવશે. હાલમાં તે ખુબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

Niraj Patel