અમિતાભ બચ્ચનના 80માં જન્મદિવસે KBCના સેટ ઉપર પહોંચ્યો દીકરો અને પત્ની જયા બચ્ચન, સર્જાયો એવો ભાવુક કરી દેનારો નજારો કે દરેક વ્યક્તિ રડી પડી, જુઓ વીડિયો

દર્શકોનો મનગમતો એવો શો કોન બનેગા કરોડપતિ આજે મોટાભાગના લોકોની પહેલી પસંદ છે, આ શોએ ઘણા લોકોની જિંદગી બદલી નાખી છે, અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોની અંદર ઘણીવાર કેટલાક સ્પર્ધકોની એવી એવી કહાનીઓ પણ સામે આવતી હોય છે જેને જોઈને કોઈની પણ આંખોમાં આંસુઓ આવી જાય, પરંતુ હાલ શોના સેટ ઉપરથી કેટલાક ભાવુક કરી દેનારા વીડિયો સામે આવી રહ્યા છે જેને ચાહકોની આંખમાં જ નહિ અમિતાભની આંખોને પણ છલકાવી દીધી છે.

અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરે 80 વર્ષના થશે. બિગ બીના 80 વર્ષ પૂરા થવા પર સેલિબ્રેશન કરવામાં આવે છે. તેથી જ નિર્માતાઓએ અમિતાભ અને કેબીસીના ચાહકોને મોટી ભેટ આપવાનું નક્કી કર્યું છે. જયા બચ્ચન પહેલીવાર KBCના મંચ પર આવશે. શોમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જેના કારણે અમિતાભ બચ્ચન ખૂબ જ ભાવુક થઈ ગયા છે. અમિતાભ એટલા ભાવુક થઈ ગયા છે કે તેમના આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા.

અમિતાભ બચ્ચનના જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે તેમનો દીકરો અને બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન તેમજ તેમની પત્ની અને પીઢ અભિનેત્રી જયા બચ્ચન હોટ સીટ પર જોવા મળશે. નિર્માતાઓએ બિગ બીના જન્મદિવસના ખાસ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે શો ખતમ થઈ જાય છે અને ચોંકી ઉઠેલા અમિતાભ બચ્ચન કહેવા લાગે છે કે ગેમ બહુ જલ્દી ખતમ થઈ ગઈ છે.

આ પછી તેનું લોકપ્રિય ગીત ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’ વાગે છે, જ્યારે અભિષેક પ્રવેશે છે અને તેના પિતાને ગળે લગાવે છે આનાથી અમિતાભ ભાવુક થઈ જાય છે અને તેમની આંખોમાં આંસુ આવી જાય છે. તો આ શોના પ્રોમોનો એક બીજો વીડિયો પણ સામે આવ્યો છે, પ્રોમોમાં હોટ સીટ પર બેઠેલા અભિષેક બચ્ચને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. તેઓ કહે છે – સરપ્રાઈઝ, એમને બોલાવો જે સંબંધમાં અમારી માતા લાગે છે. જયા બચ્ચનને સેટ પર જોઈને અમિતાભ બચ્ચન ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયા.

બિગ બીની આંખોમાં આંસુ છે. તે તેની પત્ની જયા બચ્ચનને શોમાં આવકારે છે, તેને ગળે લગાવે છે. આ દરમિયાન બિગ બી ખૂબ જ ભાવુક દેખાતા હતા. ત્યારે જયા બચ્ચને અમિતાભ બચ્ચન વિશે એવી વાત કહી કે તે સાંભળીને અમિતાભ રડી પડ્યા, અને અભિષેક બચ્ચન પણ ભાવુક થઈ ગયો. હવે આ વાત શું છે જે જયા બચ્ચને કહી અને અમિતાભ પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શક્યા, તે શો ટેલિકાસ્ટ થશે ત્યારે ખબર પડશે.

Niraj Patel