સામે આવી આલિયા ભટ્ટના બેબી શાવરની તસવીરો, રસ્મમાં સામેલ થયો ભટ્ટ અને કપૂર પરિવાર, રોમેન્ટિક અંદાજમાં કપલે આપ્યા પોઝ

સામે આવી આલિયા ભટ્ટના બેબી શાવરની તસવીરો, બધાની સામે જ રણબીર કપૂરે આલિયાને કરી દીધી કિસ

આપણે બધા જાણીએ છીએ કે આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવાની છે. આલિયા અને રણબીર આ વર્ષે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. ગઈકાલે એટલે કે ગુરુવારે આલિયાની બેબી શાવર સેરેમની કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના નજીકના સંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા હતા. હવે આલિયાના બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જે હાલ ઘણી વાયરલ થઈ રહી છે,

બેબી શાવરની તસવીરો શેર કરી આલિયાએ કેપ્શનમાં લખ્યું- ‘બસ પ્રેમ’. ચાહકો આલિયાની સુંદર તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આલિયાએ તેના બેબી શાવર દરમિયાન યલો સૂટ પહેર્યો હતો. આ સાથે ચોકર સેટ, માંગ ટિકા અને કાનમાં મેચિંગ ઇયરિંગ્સ સાથે આલિયાએ પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તેની સુંદર સ્માઇલ લુકમાં વધારો કરી રહી હતી. આલિયાનો પતિ અને અભિનેતા રણબીર કપૂર પણ આ પ્રસંગે ખૂબ જ પરંપરાગત અવતારમાં જોવા મળ્યો હતો.

બંને પોતાના બાળક માટે હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટના બેબી શાવરમાં કપૂર અને ભટ્ટ પરિવાર સાથે જોવા મળ્યો હતો. તસવીરોમાં તમે પૂજા ભટ્ટ, સોની રાઝદાન અને મહેશ ભટ્ટને પણ જોઈ શકો છો. આ સિવાય કપૂર પરિવારમાંથી રણબીરની બહેન રિદ્ધિમા કપૂર, કરિશ્મા કપૂર અને નીતુ કપૂર હાજર રહી હતી. આ સિવાય આ ખાસ અવસર પર શ્વેતા નંદા બચ્ચન પણ હાજર હતી.

5 ઓક્ટોબરના રોજ આલિયા ભટ્ટની બેબી શાવર સેરેમની તેના બાંદ્રા સ્થિત ઘરે યોજાઈ હતી. બેબી શાવરની સામે આવેલી તસવીરોમાં આલિયાનો પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આલિયાએ સોશિયલ મીડિયા પર 6 તસવીરો શેર કરી છે. પહેલા ફોટોમાં આલિયા અને રણબીર એકબીજાના હાથ પકડીને પોઝ આપતા જોવા મળે છે. બીજા ફોટોમાં રણબીર આલિયાના ગાલ પર કિસ કરી રહ્યો છે. ત્રીજા ફોટામાં, આલિયા તેના પરિવાર સાથે જોવા મળે છે,

જેમાં તેની બહેનો શાહીન અને પૂજા ભટ્ટ, પિતા મહેશ ભટ્ટ, માતા સોની રાઝદાન અને માસી ટીના રાઝદાન છે. ચોથા ફોટામાં આલિયા કપૂર પરિવાર સાથે પોઝ આપતી જોવા મળે છે. પાંચમા ફોટામાં તે તેના મિત્ર સાથે જોવા મળી રહી છે. છેલ્લા ફોટામાં આલિયા અને રણબીર પૂજા કરતા જોવા મળે છે. આલિયા એથનિક યલો આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયા અને રણબીરના ફેન્સ તેમના આવનાર બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર કપલના ફોટા જોઈને, ચાહકો તેમના પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. આલિયા અને રણબીરને તેમના નાના મહેમાન માટે તેમના ચાહકો દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે કહ્યું- તમે બધી ઈવેન્ટ ઘરે જ કરો છો, તે સારી વાત છે. અન્ય યુઝરે કહ્યું- તમારા ચહેરાની ચમક સાવ અલગ દેખાય છે.

તમને જણાવી દઈએ કે આલિયાએ જૂનમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી, બંને પોતાના આવનાર બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે. આલિયાએ 4-5 વર્ષના ડેટિંગ બાદ આ વર્ષે એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા.

Shah Jina