નેચર બ્યુટી વચ્ચે જલવા વિખેરતી જોવા મળી આમના શરીફ, ચહેરાની આ કશિશ ક્યાંક ન ચોરી લે તમારી ઊંઘ

ટીવીની દુનિયામાં ખૂબસુરતીનો સિક્કો ચલાવનાર અભિનેત્રી આમના શરીફની બધી જ તસવીરોને ચાહકો પસંદ કરે છે. આમના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.ટીવી શો “કસોટી ઝિંદગી કે 2″માં કોમોલિકા બાસુનો રોલ પ્લે કરનાર અભિનેત્રી આમના શરીફ આ દિવસોમાં તેની હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે. આમના શરીફ એક ફેશનિસ્ટા છે જે દરેક શૈલીમાં બેજોડ દેખાય છે, પછી તે કેઝ્યુઅલ હોય કે ગ્લેમરસ. તાજેતરમાં, આમનાએ પોતાની કેટલીક તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

આ લેટેસ્ટ ફોટોઝમાં આમના શરીફે સ્ટાઇલ અને સ્વેગ સાથે એક કરતા વધારે પોઝ આપ્યા છે. આ તસવીરો માટે, આમના શરીફ શોર્ટ સ્લીવ્ઝ અને કોલર સાથે ક્રોપ્ડ પિંક ટોપમાં જોવા મળી હતી. તસવીરો માટે પોઝ આપતી વખતે, આમનાએ કોન્ટ્રાસ્ટિંગ ડેનિમ શોર્ટ સ્કર્ટ સાથે તેનું ટોપ પેર એપ કર્યું હતું. આ ડેનિમ સ્કર્ટમાં સિલ્વર બટનમાં ત્રણ ડિટેઇલિંગ એ કરવામાં આવી હતી. આમના સિલ્વર હૂપ ઇયરિંગ્સમાં કેઝ્યુઅલ દેખાતી હતી. ફૂટવેર માટે, આમનાએ હીલ્સવાળા ઉચ્ચ બૂટ પસંદ કર્યા હતા.

આમનાએ સોફ્ટ વેવી કર્લ્સમાં તેના વાળ ખુલ્લા છોડીને આઉટડોર ફોટોશૂટ માટે પોઝ આપ્યા હતા. અભિનેત્રી આમના શરીફનું નામ જાણીતી ટીવી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. આમના શરીફ આજે પણ લાખો દિલો પર રાજ કરે છે. આમના શરીફે OTT પર ડેબ્યૂ કરતી વખતે લાંબા સમય બાદ અભિનયની દુનિયામાં પુનરાગમન કર્યું છે. આમના શરીફે પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ ‘કહીં તો હોગા’થી કરી હતી.આમના શરીફ તેની ડેબ્યુ સિરિયલથી ઘરે-ઘરે કશિશ તરીકે જાણીતી હતી.

આમનાને તેના કોલેજના બીજા વર્ષમાં જ મોડલિંગના ઓફર આવવાના શરૂ થઇ ગયા હતા. તેને ક્લોઝ-અપ ટૂથપેસ્ટ, ઇમામી કોસ્મેટિક ક્રીમ, નેસ્કાફે અને કેટલીક બીજી બ્રાંડ માટે મોડલિંગની ઓફર આવવાની શરૂ થઇ ગઇ હતી.આમનાએ અત્યાર સુધી 50થી વધુ જાહેરાત કરી છે. તે કુમાર સાનુના “દિલ કા આલમ”માં જોવા મળી હતી. આ સાથે તે ફાલ્ગુની પાઠકના “યે કિસને જાદુ કિયા” વીડિયોમાં પણ જોવા મળી હતી.

તમને જણાવી દઇએ કે, આમના ટીવી ઉપરાંત “એક વિલન” અને “આલૂ ચાટ” જેવી ફિલ્મોમાં પણ જોવા મળેલી છે. આમનાએ “કહી તો હોગા” સાથે ટેલિવિઝન પર શરૂઆત કરી હતી.આમનાએ વર્ષ 2013માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અને પ્રોડયુસર અમિત કપૂર સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષ તેને ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા. તમને જણાવી દઇએ કે, આમનાને એક બાળક પણ છે.

Shah Jina