મનોરંજન

મોડી રાત્રે એરપોર્ટ પર થાકેલી જોવા મળી ગર્ભવતી આલિયા ભટ્ટ, યુઝર્સ બોલ્યા આટલી ગુસ્સામાં કેમ દેખાઈ રહી છો

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પ્રેગ્નન્સી દિવસોમાં પણ એક્ટિવ છે. જ્યાં થોડા દિવસો પહેલા આલિયાએ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું જોરદાર પ્રમોશન કર્યું હતું. ત્યાં આલિયા TIME 100 ઈમ્પેક્ટ એવોર્ડ માટે હાલમાં સિંગાપુર ગઈ હતી. આ દરમિયાન તેણે ઈન્સ્ટા પર ઘણી તસવીરો શેર કરી હતી. ત્યારે હવે આલિયા સિંગાપોરથી પરત આવી ગઇ છે. સોમવારે મોમ ટુ બી એક્ટ્રેસ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન આલિયાએ કમ્ફર્ટેબલ લુક પસંદ કર્યો હતો.

લુકની વાત કરીએ તો આલિયા બેગી કલરના લૂઝ ડ્રેસમાં શાનદાર લાગી રહી હતી. તેની પાસે એક બેગ જોવા મળી હતી. આ દરમિયાન આલિયા ઉતાવળમાં હતી, સાથે જ તે પેપરાજીને પોઝ આપવાના મૂડમાં પણ નહોતી. આ દરમિયાન તે ખૂબ જ થાકેલી પણ જોવા મળી રહી હતી. તસવીરોમાં જોવા મળી રહ્યુ છે કે, આલિયા સતત પેપરાજીને ફોટો લેવાનો ઈન્કાર કરતી જોવા મળે છે. સિંગાપોરમાં ‘ટાઈમ 100 ઈમ્પેક્ટ’ એવોર્ડ દરમિયાન આપેલી સ્પીચમાં આલિયાએ પોતાની ખામીઓ વિશે ખુલીને વાત કરી હતી.

આ દરમિયાન તેણે તેના ભાવિ બાળકની ક્યૂટ એક્ટ પણ ફેન્સ સાથે શેર કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે તે ફિલ્મોમાં જોડાતા પહેલા કેવું વિચારતી હતી અને હવે તે કેવી છે. તેણે કહ્યું, ‘જ્યારે તેણે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે એવું લાગતું હતું કે એક દિવસ હું કેવી રીતે દુનિયા પર રાજ કરીશ. દરેક જગ્યાએ દરેક વ્યક્તિ જાણી શકે છે કે હું કોણ છું અને હું કેટલી મહેનતુ, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી, તેજસ્વી અને સંપૂર્ણ છું. હું સંપૂર્ણ બનવા માંગતી હતી અને ઇચ્છતી હતી કે દુનિયા પણ આ વાત જાણે.

આ દરમિયાન આલિયા ભટ્ટે પણ પોતાના બાળક વિશે એક વાતનો ઉલ્લેખ કર્યો હતો. ટાઈમ 100 એવોર્ડ મેળવીને આલિયા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. આ માટે તેણે પોતાના ફેન્સ, પરિવાર અને ટીમનો આભાર માન્યો હતો. આલિયાએ કહ્યું કે આ એવોર્ડ માત્ર તેના માટે ખાસ નથી, પરંતુ આ સિદ્ધિની અસર તેના બાળક પર પણ પડશે. અભિનેત્રીએ કહ્યું, ‘આ એવોર્ડની મારા પર અને મારા બાળક પર અસર પડી છે, જેણે આ દરમિયાન મને પેટમાં લાત મારી છે’.

જણાવી દઈએ કે આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા હતાઅને લગ્નના બે મહિના બાદ જ તેણે તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. હવે બંને તેમના બાળકની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આલિયાની આ વર્ષે ગંગુબાઈ કાઠિયાવાડી, આરઆરઆર, ડાર્લિંગ અને બ્રહ્માસ્ત્ર રિલીઝ થઇ છે. તમામ ફિલ્મો માટે આલિયાના ખૂબ વખાણ થયા છે.

બ્રહ્માસ્ત્ર બાદ અભિનેત્રી રણવીર સિંહ સાથે રોકી અને રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ઉપરાંત આલિયા ગેલ ગેડોટ અને જેમી ડોર્નનની સાથે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલીવુડમાં ડેબ્યુ કરશે. એટલું જ નહીં, આલિયા પાસે ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’ પણ છે જેમાં પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)