બિપાશા બસુની પતિ કરણે બેડરૂમમાં ક્લિક કરી દીધી એવી એવી તસવીરો કે જોતજોતામાં જ થઇ ગઇ વાયરલ, જુઓ

ડિલિવરીના કેટલાક દિવસો પહેલા જ બિપાશા બસુએ શેર કરી ખૂબસુરત તસવીરો, ટાઇ-ડાઇ ડ્રેસમાં મમ્મા ટુ બીએ ફ્લોન્ટ કર્યો મોટો બેબી બંપ

43 વર્ષની બિપાશા બાસુ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. પ્રેગ્નેન્સી દરમિયાન અભિનેત્રી ક્યારેક હોસ્પિટલની બહાર તો ક્યારેક સલૂનની ​​બહાર જોવા મળે છે. જેમાં અભિનેત્રીના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટપણે જોવા મળે છે. બિપાશા અત્યારે સાતમા આસમાન પર છે. કેમ ન હોય આખરે લાંબી રાહ બાદ હવે તેના ઘરે કિલકારીઓ ગુંજવાની છે. બિપાશા બાસુ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

પ્રેગ્નેન્સીની સફર અઘરી હોવા છતાં બિપાશા દરેક ક્ષણનો આનંદ માણી રહી છે. આ દિવસોમાં, પ્રેગ્નન્સી લાઇફ એન્જોય કરતા કરતા બિપાશા ચાહકો સાથે ફ્લોન્ટિંગ બેબી બમ્પની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાંજ બિપાશાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી આરાધ્ય તસવીરો શેર કરી હતી, જે તેના પતિ કરણ દ્વારા ક્લિક કરવામાં આવી હતી. તસવીરોમાં બિપાશા યલો ટાઈ-ડાઈ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે લાલ લિપસ્ટિક સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો.

વાંકડિયા વાળમાં તે હંમેશની જેમ ખૂબસૂરત લાગે છે. તે તસવીરોમાં તેના મોટા બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. આ તસવીરો પોસ્ટ કરતા બિપાશાએ કેપ્શન લખ્યું છે કે- લવ યોર સેલ્ફ. આ સાથે જણાવ્યું કે આ તસવીરો તેના પતિ દ્વારા ક્લિક કરવામાં આવી છે. તેના ફેન્સને પણ બિપાશાની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. તેના ઘણા ચાહકો તેની આ તસવીરો પર હાર્ટ ઈમોજી કોમેન્ટ કરી રહ્યા છે. તસવીરમાં અભિનેત્રી એટલી ખુશ દેખાઈ રહી છે

કે તેની ખુશી અને પ્રેગ્નન્સી ગ્લો બંને કેમેરામાં કેદ થઈ ગયા. બિપાશા બાસુએ પોતાના બેડરૂમમાં આ ફોટો ક્લિક કરાવ્યા છે. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર 2015ની હોરર ફિલ્મ અલોનના સેટ પર મળ્યા હતા. લગભગ એક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બિપાશાએ એપ્રિલ 2016માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. અભિનેત્રીએ આ વર્ષે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. પ્રેગ્નન્સીની ઘોષણા થઈ ત્યારથી,

અભિનેત્રી અવારનવાર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે, બિપાશા બાસુ લગ્નના 6 વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા, અભિનેત્રીએ બેબી શાવર સેરેમની કરી હતી જેમાં તેણે વેસ્ટર્ન પિંક રીવીલિંગ ગાઉન પહેર્યુ હતુ.

Shah Jina