જ્યારે નેહા કક્કરનું ગીત સાંભળી અનુ મલિકે પોતાને માર્યો હતો લાફો, જાણો એવું તો શું થયુ હતુ

સિંગર નેહા કક્કરને આજે કોઈ ઓળખમાં રસ નથી. નેહાએ પોતાના અવાજના જાદુથી પંજાબી તેમજ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને દિવાના બનાવી દીધા છે. એક પછી એક ઘણા હિટ ગીતો આપનાર નેહા આજે લાખો દિલો પર રાજ કરે છે. જોકે, તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. નેહા કક્કડ આજે ઇન્ડસ્ટ્રીની જાણીતી સિંગર્સની યાદીમાં સામેલ છે. નેહા ‘ઇન્ડિયન આઇડલ 12’માં જજ તરીકે જોવા મળી હતી. હવે આ પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’ની 13મી સીઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં પણ નેહા જજની ખુરશી પર બેઠેલી છે. એક સમય એવો હતો

જ્યારે ઈન્ડિયન આઈડલની જજ બનેલી નેહા આ શોમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. તે સમયે અનુ મલિક, સોનુ નિગમ અને ફરાહ ખાન શોના જજ હતા. હવે શો સાથે જોડાયેલો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નેહા સ્પર્ધક તરીકે ફિલ્મ રેફ્યુજીનું ગીત ‘ઐસા લગતા હૈ’ ગાતી જોવા મળે છે. તે જ સમયે તેની સાથે અન્ય એક સ્પર્ધક પણ જોવા મળે છે. અનુ મલિક, સોનુ નિગમ અને ફરાહ ખાન જજની ખુરશી પર બેઠેલા જોવા મળે છે. નેહાનું ગીત સાંભળ્યા પછી અનુ મલિક કહે છે,

‘નેહા કક્કર, તારો અવાજ સાંભળીને મને મારા ચહેરા પર થપ્પડ મારવાનું મન થાય છે. યાર, તને શું થયું છે.’ આટલું જ નહીં, અનુ મલિકે પોતાને થપ્પડ પણ મારે છે. અનુ મલિકના મોઢેથી આવી વાત સાંભળીને નેહા ચોંકી જાય છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 19 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ જ્યારે કેટલાક લોકો નેહાને ટ્રોલ કરી રહ્યા છે, તે જ સમયે ઘણા લોકો તેના સમર્થનમાં જોવા મળ્યા હતા. લોકોનું કહેવું છે કે ગાયકની મહેનત અને જુસ્સો જ તેને આજે આ સ્થાને લાવ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘જે શોમાં તેનું અપમાન થયું હતું, આજે તે એ જ શોની જજ છે. તેને મહેનતનું ફળ કહેવામાં આવે છે’ અને અન્ય એક યુઝરે લખ્યું, ‘નેહાએ આ થપ્પડનો જવાબ પોતાની સફળતાથી આપ્યો છે.’ તમને જણાવી દઈએ કે નેહા કક્કરે વર્ષ 2006માં રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આઈડલ 2માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. જો કે, તેની અહીંયાની સફર લાંબો સમય ચાલી નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો તે જ સમયનો છે.

 

View this post on Instagram

 

A post shared by (@singerstalent___)

Shah Jina