ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની અને મોડલ નતાશા સ્તાન્કોવિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. જેને તેના ફેન્સ દ્વારા ઘણા પસંદ પણ કરવામાં આવે છે.
હાલમાં જ નતાશાએ તેના પુત્ર અગસ્ત્ય સાથેની તસવીર શેર કરી છે, આ ઉપરાંત આ તસવીરમાં હાર્દિક પંડ્યાની ભાભી પણ જોવા મળી રહી છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
અગસ્ત્ય નતાશા અને પંખુડી શર્માની આ તસવીરને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તસવીરના કેપ્શનમાં તેણે સનરાઈઝવાળું ઈમોજી પણ શેર કર્યું છે. આ ફોટામાં નતાશા અને પંખુરી સ્વિમસૂટમાં છે, જ્યારે અગસ્ત્ય એક એર ટોપ પર બેઠેલો જોવા મળે છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સ અગસ્ત્યને ક્યુટ કહી રહ્યા છે. આ ફોટા પર હાર્દિક પંડ્યાએ પણ દિલવાળા ઈમોજીથી રિએક્ટ કર્યું છે. તેણે બે કોમેન્ટ કરી છે, જેમાંથી એકમાં તેણે નતાશા અને પંખુરીને ટેગ કર્યા છે.
આ પહેલા નતાશાએ એક વીડિયો શેર કર્યો હતો, જેને તેની જોઠાણી પંખુડી શર્માએ શુટ કર્યો હતો. આ વીડિયોમાં તે સ્વિમસૂટમાં જોવા મળી હતી અને પુલમાં જતી નજરે પડી હતી. તેના આ વીડિયોને ચાહકો દ્વારા ઘણો જ પસંદ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઇએ કે, હાર્દિક પંડ્યા આઇપીએલની હાલની સિઝનમાં રેકોર્ડ પાંચ વાર ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. હાર્દિકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ રમાયેલ મેચમાં 13 રન બનાવ્યા હતા. તે આઇપીએલમાં અત્યાર સુધી 81 મેચ રમી ચૂક્યો છે અને તેણે 1362 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 42 વિકેટ લીધી છે.