‘કોઇ રસ્તા પર…’ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકની મિસ્ટ્રી પોસ્ટ…જાણો શું કહ્યુ નતાશાએ
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. જો કે, આ અંગે કપલ દ્વારા કોઈ પુષ્ટિ થઈ નથી. સોશિયલ મીડિયા પર છૂટાછેડાની ચર્ચા જોરોશોરોથી ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે નતાશાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંઈક એવું પોસ્ટ કર્યું જેણે હલચલ મચાવી દીધી. નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણી સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાંથી એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર જે સ્ટોરી શેર કરી છે, તેમાં તે તેના પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળી રહી છે. આ સાથે તેણે એક ઇંગ્લિશ ગીત પણ લગાવ્યુ છે. તેની આગામી બે સ્ટોરીમાં તે વર્કઆઉટ કરતી જોવા મળે છે. થોડા કલાકો પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર બીજી સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે, ‘કોઈ રસ્તા પર આવવાનું છે.’ આ પોસ્ટના બેકગ્રાઉન્ડમાં ડ્રાઇવિંગ સ્કૂલ મેન્યુઅલનું સાઇનબોર્ડ દેખાય છે.
આ અંગે સોશિયલ મીડિયા પર ફેન્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પંડ્યા સરનેમ હટાવી દીધી છે. એવું કહેવાય છે કે નતાશા પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ ‘નતાશા સ્ટેનકોવિક પંડ્યા’ લખતી હતી, પરંતુ હવે તેણે પંડ્યા સરનેમ હટાવી દીધી છે.
આ પછી સમાચાર આવવા લાગ્યા કે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. હાર્દિક સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે નતાશા દિશા પટનીના રૂમર્ડ બોયફ્રેન્ડ એલેકઝાન્ડર એલેક્સ સાથે જોવા મળી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
View this post on Instagram