માનવતા થઇ શર્મશાર ! જેઠાણીએ દેરાણીના દૂઘ પીતા બાળકને આપ્યુ ઝેર? વાયરલ વિડીયો જોઈને ચૌંકી જશો

જેઠાણીએ દેરાણીના દૂધ પીતા બાળકને પીવડાવ્યુ ઝેર ? જાણો બાડમેરના ચોંકાવનારા વાયરલ વીડિયોની હકિકત

રાજસ્થાનના બાડમેર જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટા ભાઈની પત્ની નાના ભાઈના બાળકને ઝેર આપી રહી છે. જો કે ગુજ્જુરોક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો બાડમેર જિલ્લાના ગ્રામીણ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાદરેશ ગામનો હોવાનું કહેવાય છે.

વીડિયોમાં નવજાત બાળક સૂઈ રહ્યું છે. આ દરમિયાન મહિલા એક બાળકને તેના ખોળામાં લઈને આવે છે અને નોઝલ દ્વારા સૂઈ રહેલા નવજાતને કંઈક ખવડાવીને પાછી ચાલી જાય છે. આ પછી બાળક રડવા લાગે છે. કહેવામાં આવી રહ્યું છે કે નાના ભાઈના બે બાળકોનું આ પહેલા પણ અચાનક મોત થઈ ગયું હતું. ત્યારથી નાના ભાઈની પત્નીને એટલે કે દેરાણીને મોટા ભાઈની પત્ની એટલે કે જેઠાણી પર શંકા હતી, તેથી તેણે ક્યારેય તેના બાળકોને એકલા છોડ્યા નહીં.

જો કે જ્યારે તે ન્હાવા ગઈ ત્યારે તેણે પોતાનો મોબાઈલ ફોન છુપાવ્યો હતો, જેમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે માસૂમ બાળકની જોધપુરની મથુરા દાસ માથુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત હાલ ખતરાની બહાર છે. આ સમગ્ર મામલાને લઈને બાડમેર પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આવી કોઈ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો હતો.

Shah Jina