ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગભગ દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. ક્યારેક લગ્નના વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક ડાંસ અને ક્યારેક ફની… વીડિયો વાયરલ થતા જ ઘણા લોકો રાતોરાત ફેમસ પણ થઈ જતા હોય છે. એટલું જ નહીં ફાઈટીંગથી લઈને રોમેન્ટિક ડાન્સ અને ચોંકાવનારા વીડિયો પણ લોકોનું ધ્યાન ખેંચે છે.

ત્યારે હાલમાં એક ટીચર અને વિદ્યાર્થીનો રોમેન્ટિક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ નજારો ફેરવેલનો હોવાનું કહેવાઇ રહ્યુ છે. વીડિયો સામે આવતાની સાથે જ તે જંગલની આગ જેમ વાયરલ થઈ ગયો. વાયરલ વીડિયો જોતા એવું લાગે છે કે વિદ્યાર્થીએ શિક્ષક સાથે ડાન્સ કરવાની વિનંતી કરી હશે, જેને શિક્ષક પણ ના પાડી શક્યા નહીં. ટીચર અને વિદ્યાર્થીએ ક્લાસમાં એવો રોમેન્ટિક ડાન્સ કર્યો કે બધા ચાહક બની ગયા.

જણાવી દઇએ કે, આ વીડિયોને kushal_m.j નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું, ‘આવી મેડમ તો હું પણ ડિઝર્વ કરુ છુ.’ અન્ય યુઝરે લખ્યું, ‘અમારા સમયમાં આવું નહોતુ થતુ.’ આ વીડિયોની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ વીડિયો પર લાખોની સંખ્યામાં લાઇક્સ અને મિલિયન્સમાં વ્યુઝ આવ્યા છે.
View this post on Instagram