3 છોકરાઓએ ચાલુ બાઇકે કર્યુ ભયાનક કામ, ચાલતા ટ્રકથી લટકી ચોર્યો સામાન, વીડિયો જોઇ લોકોને આવી ગઇ ‘ધૂમ’ ફિલ્મની યાદ

‘ધૂમ’ સ્ટાઇલ વાળી ચોરી ! ચાલુ ટ્રકમાંથી માલ નીકાળ્યો અને ચાલતા બાઇક પર ઉતર્યા બદમાશ- જુઓ વીડિયો

તમે બોલિવૂડ ફિલ્મ ધૂમ તો જોઈ જ હશે. જેમાં ચોરોની એક બાઇક ગેંગ ખૂબ જ ચાલાકીથી મોટી-મોટી ચોરીઓને અંજામ આપે છે. ચોરો પોતાની ચતુરાઈથી લૂંટનો સામાન લઈને પોલીસથી દૂર ભાગી જાય છે. આ ફિલ્મમાં દુનિયાભરના ખતરનાક બાઇક સ્ટંટ દર્શાવવામાં આવ્યા છે. પરંતુ હાલમાં જ રિયલ લાઈફમાં કેટલાક ચોર લાઈમલાઈટમાં આવ્યા છે જેઓ પોતાનો જીવ જોખમમાં મુકીને સ્ટંટ કરતી વખતે ચોરી કરતા જોવા મળે છે.

આગ્રા મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રક કટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ત્રણમાંથી બે મોટરસાઇકલ સવાર યુવકો ટ્રક પર ચઢી તેની તાડપત્રી કાપીને માલસામાનથી ભરેલા બોક્સને નીચે ફેંકતા જોવા મળે છે. એક મિત્ર મોટરસાઇકલ પર ટ્રકને અનુસરી રહ્યો છે.

બોક્સ નીચે ફેંક્યા બાદ ટ્રકની એક પછી એક સ્લાઈડ કાપી રહેલા બંને બદમાશો ટ્રકમાંથી બહાર નીકળીને મોટરસાઈકલ પર બેસી જતા વીડિયોમાં જોવા મળે છે. ટ્રકની પાછળ કારમાં મુસાફરી કરી રહેલા લોકોએ ચોરીનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. શાજાપુર જિલ્લાના મક્સી અને શાજાપુર વચ્ચે ધોળા દિવસે આવી ઘટનાઓ અનેકવાર પ્રકાશમાં આવતી હોય છે.

તાજેતરમાં જ આગ્રા મુંબઈ નેશનલ હાઈવે પર નૈનાવડ ઘાટી પર બદમાશોએ એક ટ્રકમાંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે ટ્રક ચાલકની સતર્કતાના કારણે લૂંટારુઓ ચોરાયેલ બોક્સ લઈ જવામાં સફળ રહ્યા ન હતા. આ પછી ટ્રક ચાલકોએ ત્યાં રસ્તો રોકીને હંગામો મચાવ્યો હતો.

Shah Jina