IPL 2024 ટાઈટલ જીત્યા બાદ KKRના ખેલાડીઓએ ભરપૂર જશ્ન મનાવ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટીમના દિગ્ગજ આન્દ્રે રસેલ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે.
અનન્યા પાંડે અને રસેલ શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીના ગીત ‘લૂટ પુટ ગયા’ પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઇ ગયા છે અને ઉગ્ર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જણાવી દઈએ કે અનન્યા પાંડે અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બાળપણના મિત્રો છે.
અનન્યા IPL ફાઇનલમાં KKRને સપોર્ટ કરવા પણ આવી હતી. KKRના આઇપીએલ ટાઇટલ જીત્યા બાદ સેલિબ્રેશનમાં અનન્યા પાંડેએ ભાગ લીધો હતો અને આંદ્રે રસેલ સાથે ડાન્સ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે IPL ફાઈનલમાં કેકેઆરની જીત 8 વિકેટે થઈ હતી અને ત્રીજીવાર ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી હતી.
Andre Russell loves Lutt Putt Gaya song a long, KKR team victory celebration last night ❤️ pic.twitter.com/6pZW83pb79
— Syed Irfan Ahmad (@Iam_SyedIrfan) May 27, 2024