ટીમ ઇંડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક તેની સિઝલિંગ તસવીરોને કારણે ઘણી ચર્ચામાં રહે છે. આ દિવસોમાં નતાશા હાર્દિક સાથે ક્વોલિટી સમય વીતાવી રહી છે. હાર્દિકે હાલમાં જ નતાશા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જેમાં તે બંને કેમેરાની સામે અલગ અલગ પોઝ આપતા જોવા મળે છે.
હાર્દિક સાથે રોમેન્ટિક પોઝ આપતી તસવીરોમાં નતાશાએ ઝારા ફેશન હાઉસથી બ્લુ કલરનું ક્રોપ ટોપ પહેર્યુ હતુ, જે કોટન ફેબ્રિકમાં બનેલુ હતુ. નતાશાના ટોપની પેટર્ન સીમલેસ હતી, જેની કિંમત 1000 રૂપિયા છે.
કપડાના મામલે નતાશાની પસંદ ઘણી સર્ટોરિઅલ છે, જે તેની ખૂબસુરત ઇન્સ્ટાગ્રામ હિટ્સ સાથે તેના ચાહકોને ખુશ કરે છે. ઝારા ફેશનની બ્લેક થાઇસ સ્લિટ ડ્રેપ ડ્રેસમાં તેનો સ્ટાઇલિશ અંદાજ જોતા જ બની રહ્યો છે. તમને જણાવી દઇએ કે, નતાશાની આ ડ્રેસની કિંમત 3990 રૂપિયાની છે.
હોમ ફોટોશૂટ માટે નતાશાએએ ફાસ્ટ ફેશન બ્રાંડ ઝારાથી પેસ્ટલ કલર-કોન્ટ્રાસ્ટ વાળી પોલ્કા ડોટ મીની ડ્રેસ પહેરી હતી. જેની કિંમત 2939 રૂપિયા છે. આ ડ્રેસમાં સ્ટાઇલ કોશંટ એડ કરવા માટે બસ્ટ એરિયા પર ડ્રોસ્ટિંગને એડ કર્યુ છે.
મિરર સેલ્ફી માટે નતાશા સ્ટેનકોવિકે સ્પેનિશ ફેશન હાઉસ ઝારા ફેશનનો ડિઝાઇન કરેલો એનિમલ પ્રિંટ ક્રોપ ટોપ પસંદ કર્યુ હતુ. જે શીયર લુકિંગ ફેબ્રિકમાં બનેલો હતો. ક્રોપ ટોપમાં રફલ્ડ V નેકલાઇન સાથે લાંબી આસ્તીન હતી. તમને જણાવી દઇએ કે, ટોપની કિંમત 2590 રૂપિયા છે.
નતાશાએ ઝારા ફેશન હાઉસની રેડ કલરની કેમિસોલ ડ્રેસ પસંદ કરી હતી, જે હોટ સ્ટ્રેપી સ્લીવ્સ સાથે હતી. નતાશાનો આ આઉટફિટ સાટન ફેબ્રિકમાં બનેલો હતો. જેની કિંમત 2990 રૂપિયા છે.