ખૂબ જ ક્યુટ છે નતાશા-હાર્દિકનો દીકરો અગસ્ત્ય, તસવીરોમાં જુઓ ટ્યુનિંગ
ભારતીય ક્રિકેટ ટીમ T20 સીરીઝમાં દમદાર જીત મેળવ્યા બાદ હવે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી વન ડેની તૈયારીમાં જોડાઇ ગઇ છે. 23 માર્ચથી શરૂ થનાર આ સીરીઝ માટે બધા ખિલાડીઓ પુણે પહોંચી ગયા છે.
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ T20 રમતને કારણે પરિવાર સાથે અમદાવાદમાં હતા. T20 જીત્યા બાદ ટીમ ઇંડિયા પુણે આવી ગઇ છે. હાર્દિક પંડ્યા પણ તેના પરિવાર સાથે છે અને આ દરમિયાન હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિકે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્યુટ તસવીરો શેર કરી છે.
હાર્દિક અને તેના દીકરા અગસ્ત્યની આ તસવીરો ખૂબ જ સુંદર છે. એક તસવીરમાં તો તે બંને સૂતા નજરે પડે છે. તો, બીજી બાજુ તેમની બીજી તસવીર ત્રણેની સેલ્ફી પણ શેર કરી છે.
હાર્દિક પંડ્યાએ તેમના 7 મહિનાના દીકરા અગસ્ત્ય સાથે ફલાઇટની તસવીરો શેર કરી છે. જેમાં છોટુ પંડ્યા હાર્દિકને લપટાયેલો જો મળી રહ્યો છે.
હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ બંનેન સૂતા તસવીર પણ ક્લિક કરી છે. આ તસવીરમાં તેઓ બંને ક્યુટ લાગી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, અગસ્ત્યો એરપોર્ટ લુક સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે. આ પહેલા તેણે ચેન્નાઇ જવા માટે એક પ્રાઇવેટ જેટમાં પહેલી ફ્લાઇટને એન્જોય કરી હતી.
View this post on Instagram