ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સબિયાઇ મોડલ અને બોલિવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા છે. આ કપલ સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં રહેતા હોય છે. એકબીજા સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરવા ઉપરાંત, હાર્દિક અને નતાશા અવારનવાર તેમના પુત્ર અગસ્ત્યના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. પરંતુ આ દરમિયાન નતાશાનો એક અન્ય વ્યક્તિ સાથેનો રોમેન્ટિક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તે એલેક્ઝાન્ડર એલેક્સ નામના વ્યક્તિ સાથે રોમેન્ટિક થતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, આ વિડિયો થોડા વર્ષ જૂનો છે. એલેક્ઝાન્ડર એલેક્સ હાલમાં અભિનેત્રી દિશા પટનીનો ટ્રેનર છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલા આ વીડિયો પર લોકો હાર્દિક પંડ્યા વિશે ઉગ્ર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
નતાશા સર્બિયન મોડલ છે. નતાશાએ પોતાના કરિયરની શરૂઆત 2012માં મુંબઈમાં કરી હતી. તેણે બાદશાહના ગીત ‘ડીજે વાલે બાબુ’ સહિત અનેક જાહેરાતોમાં કામ કર્યું છે. હાર્દિક પંડ્યા પહેલા નતાશા ટીવી અભિનેતા અને બિગબોસ કંટેસ્ટેંટ અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી. નતાશા અને અલી લગભગ એક વર્ષથી રિલેશનશિપમાં હતા. જ્યારે નતાશા સ્ટેનકોવિક માતા બની ત્યારે તેના એક્સ બોયફ્રેન્ડ ટીવી એક્ટર અલી ગોનીએ પણ એક ક્યૂટ મેસેજ લખ્યો હતો.
નતાશા સ્ટેનકોવિકને પ્રપોઝ કર્યા બાદ હાર્દિક પંડ્યાએ 2020ની શરૂઆતમાં દુબઈમાં સગાઈ કરી લીધી હતી. આ સેલિબ્રિટી કપલે 30 જુલાઈ 2020ના રોજ તેમના પુત્ર અગસ્ત્યનું સ્વાગત કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, દિશા પટણીનો જીમ પાર્ટનર અને તેનો ટ્રેનર એલેક્ઝાન્ડર એલેક્સ અભિનેત્રીનો ખૂબ જ ખાસ મિત્ર છે, તે ઘણીવાર તેની સાથે ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. એલેક્સ પણ ફિલ્મના પ્રમોશન અને એડ શૂટ દરમિયાન દિશા પટણીને સમયાંતરે સપોર્ટ કરતો જોવા મળ્યો છે.
View this post on Instagram