શહીદ થયા પહેલા આ સ્ટીલ મૈને હજારો લોકોના જીવન બચાવ્યા, 256 બોમ્બ એકલા જ કર્યા હતા ડિફ્યુઝ

ઇન્ડિયન આર્મીના તે જવાન જે કહેવાતા હતા સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા, આ વ્યક્તિએ પોતાની મોતની ભવિષ્યવાણી પોતે કરી હતી

રાષ્ટ્ર પ્રેમ બધા ભારતીય સૈનિકના લોહીમાં વહે છે. આ માટે તેઓ દેશ માટે પોતાનો જીવ પણ કુરબાન કરી દેવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે.દેશના આવા જ એક વીર સૈનિકની કહાની આજે તમને જણાવીશુ, જેમણે નક્સલિયોથી લોખંડ લીધુ અને 250થી વધારે બોમ્બ ડિફ્યુઝ કરી હજારો લોકોનું જીવન બચાવ્યુ. તેમને પૂરા રાષ્ટ્રમાં સ્ટીલ મૈન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવે છે.

અમે વાત કરી રહ્યા છીએ ભારતીય સેનાના એક્સપર્ટ બોમ્બ ડિફ્યુઝર નરેન્દ્ર સિંહ ચૌધરી વિશે. તે રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી હતા. તેમણે બોમ્બને ડિફ્યુઝ કરવામાં શિક્ષણ મેળવ્યું હતું, પરંતુ સેનામાં તેમના સમર્પણ અને તાલીમ પછી, તે નિષ્ણાત બની ગયા હતા. તેમણે લગભગ એક દાયકા સુધી દેશની સેવા કરી.

નરેન્દ્ર સિંહ ચૌધરીએ પોતાની કારકિર્દીમાં લગભગ 256 બોમ્બ ડિફ્યુઝ કર્યા હતા. તેમની પ્રતિભા જોઈને, તે ઘણીવાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પોસ્ટ કરવામાં આવતા હતા, જ્યાં નક્સલવાદીઓ લેન્ડ માઈન બિછાવીને લોકો અને સેના પર હુમલો કરતા હતા. આ કારણે નરેન્દ્ર સિંહ ચૌધરી પણ નક્સલવાદીઓના નિશાના પર રહેતા હતા. તેમના સાથીઓનું કહેવું છે કે તે ખાધા-પીધા વગર 50 કિલોમીટર સુધી દોડતા હતા. તે એક નીડર અને હિંમતવાન સૈનિક હતા અને બોમ્બને ડિફ્યુઝ કરતી વખતે તેમની ટીમને દૂર રાખતા હતા. ભારતના દુર્ગમ વિસ્તારોમાં પણ તે સરળતાથી જીવી શકતા હતા.

નરેન્દ્રસિંહ ચૌધરીએ પોતે જ પોતાના મોતની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે તે બોમ્બને ડિફ્યુઝ કરીને આગલી દુનિયામાં જશે. આ કહેતી વખતે તે ઘણીવાર હસતા હતા. તેમનું નિવેદન પણ સાચું હતું, જ્યારે તે કવાયત દરમિયાન બોમ્બને ડિફ્યુઝ કરી રહ્યા હતા ત્યારે તે અચાનક વિસ્ફોટ થયો હતો. અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમને સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Shah Jina