ફિલ્મી દુનિયા

સુશાંત પછી હજુ એકવાર બોલિવૂડને મોટો ફટકો, ગોવિંદાની ફિલ્મ ‘મહારાજા’ પ્રોડ્યુસરનું નિધન- જાણો વિગત

2020નું વર્ષ બોલીવુડ જગત માટે ખરાબ રીતે પસાર થઇ રહ્યું છે. લોકડાઉન દરમિયાન ઘણા દિગ્ગ્જ એક્ટરોએ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. હાલમાં જ ફિલ્મ ડાયરેકટરનું નિધન થતા બોલીવુડમાં શોક છવાઈ ગયો છે.

Image source
Image source

હિંદી ફિલ્મના ધંધામાં જાણીતું નામ, રાજસ્થાન ફિલ્મ સર્કિટના મોટા ફિલ્મ વિતરક અને ફિલ્મ નિર્માતા નારાયણદાસ મખીજાનું મંગળવારે 83 વર્ષની વયે જયપુરમાં અવસાન થયું છે. બુધવારે નારાયણદાસનું જયપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ના ચર્ચિત નિર્દેશક અનિલ શર્મા અને ગોવિંદા સાથે મળીને ‘મહારાજા’ ફિલ્મ બનાવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, નારાયણદાસ આશરે 10 દિવસ પહેલા તેના ઘરમાં પડી ગયા હતા. ઉંમરના કારણે તેની ઇજાઓ ખૂબ ગંભીર હોવાનું જણાવાયું હતું. હોસ્પિટલમાં દાખલ થયા બાદથી તેમની હાલત કથડી હતી. જયપુરની એક ખાનગી હોસ્પિટલના સઘન સંભાળ યુનિટમાં દાખલ નારાયણદાસની તબિયત સોમવારે વધુ કથડી ગઈ હતી. ડોકટરોના જણાવ્યા પ્રમાણે તેના તમામ અંગો કામ કરવાનું બંધ કરી દીધા હતા. તેમણે મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

narayan-das-makhija-dies
Image source

નારાયણદાસ માખીજા તેના વૈભવી જીવનને કારણે મુંબઇના લોકો શેઠજી કહેતા હતા. હંમેશાં સફેદ સફારીમાં જોવા મળતા નારાયણદાસ તેમના નમ્ર છતાં મક્કમ મંતવ્યો માટે જાણીતા છે. તેમણે પોતાના સમયના પ્રખ્યાત અભિનેતા ગોવિંદા સાથે ફિલ્મ મહારાજા બનાવી હતી. પરંતુ આ ફિલ્મ બનાવવાનો તેમનો અનુભવ એટલો ખરાબ હતો કે તેને ફરીથી કોઈ ફિલ્મ બનાવવાનું મન થયું નહીં.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: