બીભત્સ ફિલ્મ કેસમાં વધુ એક ઝડપાઇ ગઈ, સંસ્કારી હીરોઇનોના કપડાં ઉતારીને….જાણો સમગ્ર મામલો
કોલકાતામાં નવી છોકરીઓને વેબ સીરીઝમાં કામ કરવાની લાલચ આપી અને ધમકાવીને જબરદસ્તી ગંદી ફિલ્મો શુટ કરવાના આરોપમાં નેન્સી ભાભી એટલે કે અભિનેત્રી નંદિતા દત્તાની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા રેકેટ મામલે એક મોટો ખુલાસો થયો છે. હવે તેના તાર મુંબઇના રાજ કુંદ્રા મામલે જોડાતા જોવા મળી રહ્યા છે. ટીવી9ના રીપોર્ટ અનુસાર, પીડિત મોડલ્સે આરોપ લગાવ્યો છે કે, નેન્સી ભીભીના પાત્રથી ઓળખનાર અભિનેત્રી નંદિતા દત્તા રાજ કુંદ્રાના હોટશોટ્સ એપના 2 પ્રોડ્યુસર્સ સાથે શુટિંગ કરી ચૂકી છે.
નંદિતા ઉર્ફે નેન્સી ભાભીએ મુંબઇમાં રાજ કુંદ્રાના એપ માટે પણ કામ કર્યુ છે. તેણે રોવા ઉર્ફ યાસમીન ખાન સાથે લગભગ 18 મહિના સુધી કામ કર્યુ અને ઘણા પૈસા કમાયા. કોલકાતામાં ગંદી ફિલ્મો બનાવવાના આરોપમાં પોલિસે અભિનેત્રી નંદિતા દત્તા, ફોટોગ્રાફર મૈનાક ઘોષ અને શુભંકર દેની ધરપકડ કરી છે. શુક્રવારે પોલિસે મોડલ નિકિતા ફ્લોરા સિંહ અને જાનશી અપ્સરા યાદવની ફરિયાદ પર તેમની ધરપકડ કરી હતી.
હવે નંદિતા દત્તા અને રાજ કુંદ્રાની કંપનીના સંબંધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જાનશીએ તેના નિવેદનમાં કહ્યુ હતુ કે નંદિતા ઉર્ફે નેન્સી ભાભીએ મુંબઇમાં રાજ કુંદ્રાની એપ માટે કામ કર્યુ હતુ. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, ઉમેશ કામત અને રોવા ખાનની ધરપકડ બાદ નેન્સી ભાભી એક અન્ય અભિનેત્રી ટીના નંદી સાથે કોલકાતા ભાગી ગઇ અને ત્યાં તે ગંદી ફિલ્મો બનાવવાનો ધંધો એક નવી એપ અને પાર્ટનર સાથે કરવા લાગી.
જાનશીએ દાવો કર્યો છે કે રોવા ખાને તેને હોટશોટ્સ એપ માટે એક ગંદી ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી હતી. આ પહેલા નિકિતા ફ્લોરા સિંહે પણ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે ઉમેશ કામતે હોટશોટ્સ એપ માટે શુટિંગની ઓફર આપી હતી અને 25 હજાર રૂપિયા રોજના ઓફર કર્યા હતા. પરંતુ મેં આવી શુટિંગની ના કહી દીધી.
તેણે આગળ કહ્યુ હતુ કે, આ લોકોએ આવી ઘણી છોકરીઓને ફસાઇ. ઝારખંડની એક છોકરીએ શુટિંગ કરી હતી જે બાદ તેના છૂટાછેડા થઇ ગયા હતા. નેન્સી ભાભીની વાત કરીએ તો, તે પોતે પણ આવી ફિલ્મોમાં કામ કરે છે અને ચાહકો વચ્ચે ઘણી લોકપ્રિય છે.
નંદિત્તા દત્તાની સોશિયલ મીડિયા પર અભિનેત્રી અને મોડલ તરીકે ઓળખ છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની મોટી સંખ્યા છે અને તેના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પણ નેન્સી ભાભીના નામથી જ છે. નંદિતા ઉર્ફ નેન્સી ભાભીએ હાલમાં જ એક તેલુગુ મેગેઝીન માટે મોડલિંગ પણ કરી છે, આવો ખુલાસો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી થયો છે.