છૂટાછેડાના 3 વર્ષ બાદ સાઉથ એક્ટ્રેસ સામંથાનો એક્સ પતિ નાગા ચૈતન્ય બંધાયો સગાઇના બંધનમાં, જાણો કોણ છે છોકરી

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાની થઇ ગઇ સગાઇ, નાગાર્જુને શેર કરી તસવીરો- થવાવાળી વહુ પર લૂંટાવ્યો પ્રેમ

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની સગાઇની પહેલી તસવીર આવી સામે, નાગાર્જુને દિલથી કર્યુ વહુનું સ્વાગત

સાઉથ એક્ટર નાગા ચૈતન્યએ આખરે તેના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. આજે એટલે કે 8 ઓગસ્ટના રોજ તેણે સગાઈ કરી. જણાવી દઈએ કે નાગા ચૈતન્ય પીઢ અભિનેતા નાગાર્જુન અક્કીનેનીનો દીકરો છે. નાગાર્જુને જ X પર દીકરાની સગાઇની તસવીરો શેર કરી છે. નાગા ચૈતન્યએ એક્ટ્રેસ શોભિતા ધુલીપાલા સાથે સગાઇ કરી છે. નાગાર્જુને સગાઈની બે તસવીરો શેર કરી છે. આ કપલની સગાઈની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

નાગાર્જુને કપલ સાથે તસવીર શેર કરતા અભિનંદન પાઠવ્યા અને શોભિતાનું પરિવારમાં દિલથી સ્વાગત કર્યું. તેણે નાગા ચૈતન્ય-શોભિતા ધૂલિપાલાની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધૂલીપાલા સાથે થઈ છે. આજે સવારે આ 9:42 વાગ્યે થયું !! શોભિતાને અમારા પરિવારમાં આવકારતાં અમે ખૂબ જ ખુશ છીએ. સુખી દંપતીને અભિનંદન! હું તેમના સુખી જીવનની કામના કરુ છું. 8.8.8 અનંત પ્રેમની શરૂઆત.’

સામે આવેલી તસવીરોમાં કપલ ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. નાગાર્જુન અક્કીનેની ચૈતન્ય અને શોભિતા સાથે પોઝ આપતા જોવા મળે છે. જ્યારે એક તસવીરમાં શોભિતા નાગા ચૈતન્યના ખભા પર માથું રાખીને પોઝ આપી રહી છે. તસવીરમાં બંને ટ્રેડિશનલ લુકમાં શાનદાર લાગી રહ્યા છે. ફોટોમાં શોભિતા પીચ અને પિંક કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી જ્યારે ચૈતન્ય સફેદ કુર્તા પાયજામામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

જણાવી દઈએ કે શોભિતા સાથે નાગા ચૈતન્યના આ બીજા લગ્ન હશે. આ પહેલા નાગા ચૈતન્યના લગ્ન સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા.વર્ષ 2017માં લગ્ન કર્યા પહેલા તેઓએ થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યું હતું. જો કે, બંનેએ ઓક્ટોબર 2021માં તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. લગ્નના ચાર વર્ષ પછી સામંથા અને નાગા ચૈતન્યએ છૂટાછેડા લઇ લીધા હતા. એવા અહેવાલ છે કે નાગા ચૈતન્ય અને શોભિતા છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આખરે 8 ઓગસ્ટે સગાઇના બંધનમાં બંધાયા.

તેમના ડેટિંગના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે તેઓ ગયા વર્ષે મે મહિનામાં હૈદરાબાદમાં પહેલીવાર સાથે જોવા મળ્યા હતા, જે નાગાનું હોમટાઉન છે. ત્યાં શોભિતા પોતાની ફિલ્મ મેજરનું પ્રમોશન કરી રહી હતી. અહેવાલો અનુસાર, શોભિતા, જે ફિલ્મના પ્રમોશન માટે શહેરમાં હતી, તેણે નાગા અને કેટલાક મિત્રો સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.

Previous Article

ગુજરાતના આ વિસ્તારમાં આવશે પૂર! ધુઆંધાર રાઉન્ડ માટે તૈયાર રહેજો! અંબાલાલ પટેલની મોટી આગાહી વાંચો

Next Article

વિનેશ ફોગાટના સન્યાસ પર બજરંગ પુનિયાનું ચોકાવનારું નિવેદન- 'તમને હરાવવામાં આવેલ છે'

error: Protected Content!