10 કરોડના લગ્ન 4 વર્ષ પણ ના ચાલ્યા, નાગાએ સામંથાને છૂટાછેડા આપ્યા બાદ હવે આ અભિનેત્રી સાથે ઘર વસાવવાની તૈયારીમાં છે નાગા ચૈતન્ય !

લગ્નમાં 10 કરોડનો ધુમાડો કર્યો તો પણ છૂટાછેડા લેવા પડ્યા, હવે નાગાએ નવી ખુબસુરત યુવતી સાથે ઇલુ ઇલુ…જુઓ PHOTOS

ટોલિવુડ એક્ટર અને સામંથા રૂથ પ્રભુના એક્સ પતિ નાગા ચૈતન્ય પોતાની પર્સનલ લાઇફને લઇને ઘણા ચર્ચામાં આવી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે અભિનેતાની લાઇફમાં એક મહિલાની એન્ટ્રી થઇ ગઇ છે.વર્ષ 2021માં નાગા ચૈતન્ય અને સામંથાએ અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેના અલગ થવાથી ચાહકો ઘણા દુખી હતી.

આ વચ્ચે હવે નાગા ચૈતન્યનું નામ એક અભિનેત્રી સાથે જોડાઇ રહ્યુ છે અને ચાહકો આ ખબર સાંભળી હેરાન છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે બંનેને ઘણા સમયથી એક સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર, નાગા ચૈતન્યનું નામ જે અભિનેત્રી સાથે જોડાઇ રહ્યુ છે તે છે શોભિતા ધૂલિપાલા. ફિલ્મ મેજરમાં કામ કરી ચૂકેલી શોભિતા નાગા ચૈતન્ય સાથે નામ જોડાવાને કારણે ખૂબ ચર્ચામાં છે.

શોભિતાને નાગા સાથે અભિનેતાના નવા ઘરે સ્પોટ કરવામાં આવી હતી. બંને આ સમયે એકબીજા સાથે ઘણા કમ્ફર્ટેબલ છે. આ ઉપરાંત બંને સાથે અંડર કંસ્ટ્રક્શન ઘરેથી એખ જ ગાડીમાં સાથે નીકળ્યા હતા. ખબર તો એવી પણ આવી રહી છે કે બંને ઘણીવાર હોટલમાં પણ મળ્યા છે, જ્યાં અભિનેત્રી પોતાની ફિલ્મ મેજરનું પ્રમોશન કરી રહી હતી. જો કે, હજી સુધી એ કન્ફર્મ થયુ નથી કે બંને રિલેશનશિપમાં છે કે નહિ.

સાથે જ બંનેમાંથી કોઇએ હજી સુધી આ ખબરો પર રિએક્ટ પણ કર્યુ નથી. જણાવી દઇએ કે, સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્ય અને સામંથાએ 6 ઓક્ટોબર 2017ના રોજ ગોવામાં લગ્ન કર્યા હતા. 10 કરોડના આ ગ્રૈંડ લગ્નની દુનિયાભરમાં ચર્ચા થઇ હતી. પરંતુ આ લગ્ન વધારે ચાલ્યા નહિ. ચાર વર્ષથી પણ ઓછા ચાલેલા આ લગ્નનો અંત છૂટાછેડા સાથે થયો હતો.

બંને પોત પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. સામંથાના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે તમિલ તેલુગુ ફિલ્મ “યશોદા”ની શુટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે શાંકુતલમાં નજર આવવાની છે.

Shah Jina