ધાર્મિક-દુનિયા

નાગ પંચમી વિશેષ: જાણો પૂજા અર્ચના વિષે, નાગદેવતાના 3 મંદિરોનું મહત્વ

ભગવાન શિવના પ્રિય શ્રાવણ મહિનામાં નાગ પંચમીનું મહત્વ પુરાણોમાં બતાવવામાં આવ્યું છે. આ વખતે નાગ પાંચમી અને સોમવાર સાથે  હોય શિવભક્તો માટે આ દિવસ ખાસ હશે. માન્યતા છે કે, નાગપંચમીના દિવસ નાગ દેવતાને દૂધ પિવાડવામાં આવે તો તેના આશીર્વાદ કાયમ આપણી ઉપર રહે છે. સાથે જ નાગદંશથી પણ બચી શકાય છે. હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર નાગદેવતાની પૂજા કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે. ભારતમાં નાગદેવતાના વિશેષ મંદિરો છે.

જે લોકોને કાળસર્પ યોગના કારણે માનસિક અશાંતિ, ધન પ્રાપ્તિમાં બાધા, વિવાહ વિલંબ, અને સંતાન અવરોધ હોય તેને નાગ પંચમીના દિવસે પૂજા કરવાથી ફાયદો થાય છે. નાગદેવતાની પૂજા કરતી વખતે નીચે આપેલા વિશેષ મંત્રોનો જાપ કરવો જોઈએ.

Image Source
 • ॐ भुजंगेशाय विद्महे, सर्पराजाय धीमहि, तन्नो नाग: प्रचोदयात्।।
 • अनंत वासुकी शेषं पद्मनाभं च मंगलम्, शंखपालं ध्रतराष्ट्रकंच तक्षकं कालियं तथा।
 • एतानी नव नामानि नागानां च महात्मना, सायंकाले पठे नित्यं प्रातःकाले विशेषतः, तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवेत्।।
 • सर्वे नागा: प्रीयन्तां मे ये केचित् पृथ्वीतले, ये च हेलिमरीचिस्था ये न्तरे दिवि संस्थिता:।
 • ये नदीषु महानागा ये सरस्वतिगामिन:, ये च वापीतडागेषु तेषु सर्वेषु वै नम:।
Image Source

આવો જાણીએ ભારતમાં આવેલા નાગ દેવતાના મંદિર વિષે

 • મન્નારસલા શ્રીનાગરાજ મંદિર
  મન્નારસલા શ્રીનાગરાજ મંદિર કેરળના અલપ્પુઝા જિલ્લાના હરીપદ ગામમાં છે. આ મંદિર ગીચ જંગલની વચ્ચે આવેલું છે. આ મંદિર જતા રસ્તામાં ઝાડ પર 30 હજારથી વધુ સાપોની આકૃતિ બની છે. આ મંદિરમાં નાગદેવતાની સાથે તેની પત્ની નાગયક્ષીની પ્રતિમા પણ મૌજુદ છે.
 • નાગ ચંદ્રેશ્વર મંદિર
  ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ત્રીજા મળે આવેલા નાગચંદ્રેશ્વર મંદિર અદભુત છે. અહીં 11મી સદીની મૂર્તિ છે. જેમાં નાગ દેવતા તેના ફેણ ફેલાવ્યા છે. ખાસ વાત તો એ છે કે, ફેણ ફેલાવેલા આસાન પર ભગવાન શિવની સાથે માં પાર્વતી પણ બિરાજમાન છે. આ મૂર્તિને નેપાળથી લાવવામાં આવી છે. આ મંદિરની ખાસ વાત તો એ છે કે, આ મંદીર ફક્ત નાગપંચમીના દિવસે જ ખોલવામાં આવે છે.
Image Source
 • ધૌલીનાગ મંદિર
  ઉત્તરાખંડ રાજ્યના બાગેશ્વર જનપદમાં ધૌલીનાગ મંદિર ખાસ છે, આ મંદિરમાં રોજ નાગદેવતાની પૂજા કરવામાં આવે છે. આ મંદિરની સ્થાપના વિજયપુરની પાસે આવેલા એક પર્વત પર કરવામાં આવી છે. આ મંદિરમાં નવરાત્રી ઉપર વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિરની ખાસ વાત તો એ છે કે, અહીં નાગપંચમીના દિવસે
  મેળો ભરાઈ છે.

  Author: GujjuRocks Team
  તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
  આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks