દુઃખદ સમાચાર: ‘નામકરણ’ ની અભિનેત્રીની કિડની માત્ર 2% ચાલે છે, જુઓ કેવી હાલતમાં છે

6 વર્ષ પહેલા TV અભિનેત્રીની બંને કિડની થઇ ગઇ હતી ફેલ, જુઓ આવી મદદ માંગી રહી છે

કોરોનાને કારણે બધાના જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો છે. સામાન્ય માણસથી લઇને લાખો સુધીની કમાણી કરનાર મોટા મોટા લોકોના કામ પણ ઠપ થઇ ગયા છે. બધા ક્ષેત્રોમાં લોકડાઉનને કારણે અસર થઇ છે.

કેટલાક લોકો બેરોજગાર થઇ ગયા છે. મનોરંજન જગત પર પણ તેની અસર જોવા મળી છે. જો કે, ધીરે ધીરે હાલત સામાન્ય થઇ રહી છે. પરંતુ કેટલાક લોકો પાસે હજી પણ કામ નથી, અને તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ટીવી શો “નામકરણ”માં નજર આવી ચૂકેલી અનાયા સોનીની હાલત ઘણી ખરાબ છે. છેલ્લા કેટલાક દિવસથી તેનું સ્વાસ્થ્ય ઘણુ ખરાબ થઇ રહ્યુ છે. તેની પાસે હવે સેવિંગ પણ બચી નથી. ટીવી અભિનેત્રી અનાયા સોનીએ જણાવ્યુ કે,

હું 2015થી એક કિડની પર છું. મારી બંને કિડની 6 વર્ષ પહેલા ફેલ થઇ ગઇ હતી અને મારા પિતાએ મને એક કિડની ડોનેટ કરી હતી. અચાનક દાન કરવામાં આવેલ કિડની ખરાબ થઇ હઇ અને મારે હવે કિડની ટ્રાંસપ્લાન્ટની જરૂરત છે.

અનાયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જયાં તેણે તેના પ્રશંસકોને જાણકારી આપી છે કે તે હોસ્પિટલમાં દાખલ છે. તેની બંને કિડની ફેલ છે અને તેને કારણે તે હોસ્પિટલમાં છે. અનાયાએ વીડિયોમાં તેનું દર્દ જણાવ્યુ છે. તેણે તેની આર્થિક તંગી વિશે પણ જણાવ્યુ છે.

તેણે કહ્યુ કે, મને તમારી મદદની ઘણી જરૂર છે. કામ ન હોવાને કારણે મારે ઉધાર લેવા પડ્યા અને તેના કારણે મારા પર દેવું થઇ ગયુ છે. હું એ લોકોની આભારી છુ જેમણે મને મદદ કરી. હું પડદા પર વાાપસી કરવા માંગુ છુ, પરંતુ મને નથી ખબર કે કયારે કરી શકીશ. તેણે કહ્યુ કે, સારવારમાં બધી જ સેવિંગ ખત્મ થઇ ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by ANAYA T SONI (@theanayasoni)

Shah Jina