વાયરલ

દેશનું એક એવું અનોખું જિમ, જ્યાં કસરત કરવા પર હવામાં ઉડે છે ગરુડ, રાવણ પણ મશીન પર બેસીને કરે છે કસરત, વીડિયો જોઈને હેરાન રહી જશો

આ અનોખા જિમને જોઈને લોકોને મળે છે કસરત કરવાની પ્રેરણા, વીડિયો જોઈને  લોકોએ કહ્યું, “આવું દરેક જગ્યાએ હોવું જોઈએ..”,  જુઓ તમે પણ

આજના યુવાનો ફિટેન્સ પ્રત્યે ખુબ જ જાગૃત થયા છે અને જિમમાં કસરત કરીને પરસેવો પણ વહાવતા જોવા મળતા હોય છે. ત્યારે આજે દેશભરમાં ઢગલાબંધ જિમ પણ ખુલવા લાગ્યા છે, તો સરકાર અને પ્રસાશન દ્વારા પણ ઘણી જગ્યાએ પાર્કમાં પણ કસરત કરવા માટેના કેટલાક સાધનો વિકસાવવામાં આવ્યા છે. ત્યારે હાલ એક એવા જિમનો વીડિયો સામે આવ્યો છે જેણે લોકોને હેરાન કરી દીધા છે.

આ અનોખા જિમનો વીડિયો ગોવામાંથી સામે આવ્યો છે, જેમાં જિમના મશીનોને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે જોઈને કોઈપણ હેરાન રહી જાય. આનો એક વીડિયો એક યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે આ આઉટડોર જીમમાં લોકો વિવિધ પૌરાણિક પાત્રો સાથે કસરત કરી શકે છે. જેમાં એક તરફ જ્યાં લંકાપતિ રાવણની પ્રતિમા એવી રીતે બનાવવામાં આવી છે કે કસરત કરવામાં આવે ત્યારે તેની જીભ બહાર આવી રહી છે.

આ સિવાય એક એવું મશીન પણ છે, જેનો ઉપયોગ કરતી વખતે એક મોટો ગરુડ પક્ષીની જેમ ઉડતો જોવા મળે છે. એટલું જ નહીં લંકાપતિ રાવણના દસ માથા પણ એક મશીનમાં બતાવવામાં આવ્યા છે. જ્યારે કસરત થઈ રહી છે, ત્યારે આ માથું ઝડપથી આગળ વધી રહ્યું છે. બાળકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ જિમના વીડિયો પર પોતાના પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે જો આવું કોઈ જીમ હોય તો દરેક વ્યક્તિ જીમમાં ફરવા અને સખત મહેનત કરવાનું પસંદ કરશે. જ્યારે એકે લખ્યું કે દેશના ખૂણે ખૂણે આવા જીમ ખોલવા જોઈએ.